News of Monday, 19th August 2024
બગસરામાં એસટી બસના ઇમર્જન્સી દરવાજામાંથી છોકરો પડી જતા ઇજા

બગસરા,તા. ૧૯: ગારીયાધાર ડેપોની એસ.ટી.બસ જામજોધપુર થી ગારીયાધાર તરફ જઈ રહી હોય તે દરમિયાન ધારી ગુંદળી ગામ નજીક એસ.ટી. બસનો ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક કાવ્યરાજ સી. સિંહ પરમાર ઉંમર વર્ષ ૯ નું નીચે પડી જતા અકસ્માત સર્જાયો એસ.ટી.બસમાં આશરે ૬૫ જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક આ ઇમરજન્સી દરવાજો ખુલ્લી જતા અકસ્માત બન્યો ગારીયાધાર ડેપોની એસ.ટી. બસ નંબર જી.જે 18 z 7491 નંબરની એસ.ટી. બસનો ઇમરજન્સી દરવાજો ખુલ્લી જતા બાળક નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક બગસરા એસ.ટી.બસ સ્ટેશન ખાતે પહોંચાડી ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
