News of Monday, 19th August 2024
ઓખા ખાતે યોગા ગ્રુપની બહેનોએ BSFના જવાનોને રાખડી બાંધી

(ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા,તા. ૧૯: ઓખા ખાતે યોગા ગ્રુપની બહેનોએ B.S.F ના જવાનોને રાખડી બાંધી. રક્ષાબંધન ની પૂર્વસંધ્યાએ ઓખામાં B.S.F ના કેમ્પ એ જવાનોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી.દેશ ની રક્ષા કરતા B.S.F ના જવાનો જે પરિવાર થી ખુબ દૂર હોય ત્યારે ઓખા ના યોગા ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધી તેમને અહીંયા પરિવાર છે તેવો એહસાસ કરાવેલ.આ ક્ષણે B.S.F ના જવાનો પણ ભાવુક થયા.આ તકે B.S.F ના અરુણકુમાર તેમજ સાથી જવાનોને બહેનો પાસે રાખડી બંધાવી હતી.આ કાર્યક્રમ માં ઓખા યોગા ગ્રુપના લીડર રક્ષાબેન જોષી તેમજ તેમની સાથે યોગા ગ્રુપની બહેનો જોડાયા સાથે ઓખા નગરપાલિકા ના સદસ્ય શ્રીમતી સોનલબેન જોડાયા હતા.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
