News of Monday, 19th August 2024
મેડિકલમાં પ્રવેશ ન મળતા જૂનાગઢની યુવતીનો ૧૩માં માળેથી ઝંપલાવી આપઘાત
જન્મદિવસ ઉજવીને આઈસ્ક્રીમ લેવા જવાના બહાને મોતને વ્હાલું કર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૯ : મેડિકલમાં પ્રવેશ ન મળતા જૂનાગઢની યુવતીએ ૧૩માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતી વળત્તિ જીતેશભાઈ વાઘેલા ઉ. વ. ૧૮ નામની યુવતીનો ૧૭ ઓગસ્ટે જન્મદિવસ હતો. યુવતીએ ૧૮ વર્ષ પૂર્ણ થયાની ખુશી તેના પરિવાર સાથે મનાવી હતી અને બાદમાં તેણે આઈસ્ક્રીમ લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. અને પરત નહી આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
દરમિયાન યુવતી તેના ઘર પાસે આવેલ બાલાજી હાઇટસ નામની ૧૩ માળની બિલ્ડીંગની અગાસી ઉપર પહોંચી હતી અને મોડી રાત્રીના તેરમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી જોકે યુવતીનું ઘટના સ્થળે મળત્યુ નીપજ્યું હતું. મળનાર યુવતીએ ૧૨ સાયન્સ પછી નીટની પરીક્ષા બે વાર આપી હતી પરંતુ બંને વખત માર્ક ઓછા આવતા મેડિકલમાં પ્રવેશ મળ્યો ન હતો. તેના ટેન્શનમાં આવી જઈને યુવતીએ બાલાજી હાઇટ્સ એપાર્ટમેન્ટના ૧૩માં માળેથી મોતની છલાંગ લગાવી હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસ પીએસઆઇ આરપી વણઝારા ચલાવી રહ્યા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
