<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી ધામધુમથી ઉજવાશેઃ જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી તથા ગણેશ ઉત્‍સવની મિટીંગમાં ભકતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાઃ જન્‍માષ્‍ટમીની ભવ્‍ય શોભાયાત્રા નિકળશેઃ પ્રસિધ્‍ધ શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ સમગ્ર શહેરને રોશનીથી સુસોભીત કરાશેઃ જીતુભાઇ સોમાણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા આગામી જન્‍માષ્‍ટમી તથા ગણપતી ઉત્‍સવની ધામધુમથી ઉજવણી તેમજ ભવ્‍ય શોત્રા અંગે ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણીના અધ્‍યક્ષ સ્‍થાને અત્રે ટાઉન હોલ ખાતે ધર્મસભા બેઠક મળી હતી.

જેમાં આજની આ ધર્મસભાના સંતો - મહંતો ઉપરાંત કૃષ્‍ણભકતો તથા ગણપતી પંડાલના સંચાલકો સહિત માલધારી ભાઇઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને આગામી જન્‍માષ્‍ટમી તેમજ ગણેશજીની ભવ્‍યતિ ભવ્‍ય શોભાયાત્રા, રોશની તથા ફલોટ સુસોભીત સહિતના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્‍થિત સંતો-મહંતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

આ તકે રઘુનાથજી મંદિરના ગાદીપતિ પૂજય ભરતદાસજી મહારાજ, શ્રી ગાયત્રી શકિત પીઠના મહંતશ્રી પૂજય અશ્વિનબાપુ રાવલ, રેવાદાસભાઇ હરીયાણી, ખુશાલગીરી ગોસ્‍વામી, મેસરીયા જગ્‍યા મહંતશ્રી તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ જગ્‍યાના મહંત શ્રી પૂ. વિશાલબાપુ પટેલ તથા રાકેશ મહારાજ સહિતના સંતો-મહંતો એ ઉપરોકત શોભાયાત્રામાં ઉમટી પડયા હાકલ કરી હતી.  ત્‍યારબાદ ઉપસ્‍થિત કૃષ્‍ણ ભકતો તેમજ આયોજકોને આર્શિવચન આપવામાં આવ્‍યા હતાં.

આજની આ ધર્મસભામાં સમગ્ર વાંકાનેર તથા તાલુકાભરના અગ્રણીઓ આગેવાનો જ્ઞાતિ મોભીઓ, સરપંચો હોદેદારો, કાર્યકરો સહિત મહીલા મોરચાના બહેનો - બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

આજની આ ધર્મસભા બેઠકને શ્રી ગણેશ ઉત્‍સવ તથા જન્‍માષ્‍ટમી ઉત્‍સવ સમિતિના પ્રમુખ અને ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણીએ જણાવેલ કે આગામી તા. ર૮-૮-ર૪ ના રોજ દિવાનપરા ખાતે લોહાણા મહાજનવાડી સામે આવેલ પંચેશ હનુમાનજી મંદિર ખાતેથી શાષાોકત વિધી કરી પ્રસ્‍થાન થશે તો દરેક ઠાકર ભકતો કૃષ્‍ણ ભકત હિન્‍દુઓને ઉમટી પડવા હાકલ કરી હતી.

આ તકે અનેક મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચન આપેલ હતું. ઉપરોકત ધર્મસભામાં ઉપસ્‍થિત દરેક કૃષ્‍ણ ભકતો માટે સમિતિ દ્વારા સ્‍વરૂચી ભોજનની વ્‍યવસ્‍થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

સંચાલન અશ્વિનભાઇ મેઘાણી, રમેશભાઇ વોરા તથા ડાયાલાલ સરૈયા, રાજભાઇ સોમાણી તથા અમિતભાઇ સેજપાલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(11:04 AM IST)