News of Monday, 19th August 2024
કાલાવાડનાં નવી નાગાજારનાં સત્સંગી વૃક્ષપ્રેમી કુવા
રિચાર્જથી પાણી સંગ્રહ કરનારા જીવાબાપા ચીખલીયાનું સન્માન ખાડા-ટેકરાવાળી જમીન સમથળ કરીને અસંખ્ય વૃક્ષોનું વાવેતર કર્યું: કાલાવાડમાં જામનગર જીલ્લાકક્ષાના વન મહોત્સવમાં સેવાને બિરદાવતા જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ મયનબેન ગલચર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯: જામનગર જિલ્લા કક્ષાનો ૭૫મો વન મહોત્સવ ઉજવણીમાં કાલાવડ તાલુકાની જી.પી.એચ. સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મયનબેન ગલચરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહાનુભાવો હસ્તે પર્યાવરણની ઉજવણીની જાળવણી કરનાર પ્રકળતિ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમા કાલાવડના નવી નાગાજારના વળક્ષ પ્રેમી સરળ સ્વભાવ અગમવિચારી સાહસી સેવાભાવી એવા જીવાબાપા ચીખલિયા નાનપણથી સત્સંગી ભજન પ્રેમી એવા મોટી નાગાજાર ગામના જીવાબાપા ચિખલિયા બાળપણમાં ખુબજ ગરીબ જીવનમાંથી પસાર થયેલ ત્યારબાદ સખત મહેનત મજૂરી કરી પોતાની બાપદાદાની જમીનમાંથી ખૂબ મહેનત કરી સમાજની સાથે રહી બધીજ જવાબદારી સારી રીતે પૂરી કરી નિભાવી પછી પોતાનાના કુટુંબ પરિવારને મોટી નાગાજારમાં રહેણાંક માટે સંકળાસ હોય અને ગામમાં વાળા કે પ્લોટ નો હોય તેથી વીસ વીઘા જમીન લઈ પ્લોટિંગ કરી બધા ને નહિ નફો નુકસાન ના ધોરણે પ્લોટ આપિયા પછી આ મોકળાશ અને ગામથી સીમ ખેતર નજીક થાય છે તેવું જાણી બધા ગામ લોકોના આગ્રહથી બીજી ૪૦ વીઘા જમીન લઈ તે પણ નહિ નફો નહિ નુકસાનના ધોરણે પ્લોટ આપ્યા હતા. અને આ રીતે હાલના કળષ્ણનગર ગામનો વસવાટ થયો જન્મ થયો ત્યાર બાદ સતત ઓછા વરસાદ થી ખેતીમાં પાણી ની સતત ખેંચ હતી તેથી બાપાંને વિચાર આવ્યો કે વરસાદમાં વહી જતું પાણી ને રોકી જમીનમાં ઉતારી તો જમીનનું તળ ઊંચું આવે પછી આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં ગામમાં પહેલા કુવા રિચાર્જ નું કામ કર્યું અને બીજા ખેડૂતોને પણ સમજણ આપી આ કામ કરાવ્યું પછી તેનાથી પણ આગળ વધી વધુ પાણીના સંગ્રહ માટે પોતાના ખર્ચે એક માટીનો ચેક ડેમ બનાવ્યો જે વધુ વરસાદથી તૂટી ગયો પણ હિંમત ન હાર્યો પછી ૨૦૦૧ માં ૬૦ /૪૦ની યોજના આવી તેનો કોઈ વિચાર કર્યા વગર અમલ કરવાનું નકી કર્યું.
ગામમાંથી વ્યાજે રૂપિયા લઈને વાળીની બાજુમાં આવેલને વોકળામાં સરસ એવા ચેકડેમ પાકા કાઢિયાવાળા ચેકડેમ બાંધિયા અને આ કામમાં જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કર્યું ગાંધીનગર થી ચેકીંગ આવ્યું અને અધિકારીએ કામની નોંધ લીધી પહેલાજ વરસાદથી બને ડેમ ભરાય ગયા અને આજુ બાજુના ખેડૂતોને ખૂબ લાભ થયો.ઉપજ સારી આવી આમ બને ચેકડેમો હાલમાં અડીખમ ઊભા છે.આ લાભ જોયને બીજા ઘણા ચેકડેમો થયા જેનો ખેડૂતોને ખૂબ લાભ મળે છે. ખેતી માં ડ્રિપ પધ્ધતિનો અમલ ગામમાં સૌપહેલા બાપાએ કરેલ આમ કોઈપણ સારા કામની તક ઝડપી લેવાની કુનેહ પહેલેથી જ ખરી ગામ માં બધાજ સમાજના કોઈપણ માણસને કોઈ પણ મુશ્કેલીમાં પહેલી મદદ બાપાની હોય ઘણા સારાં નરસા કામમાં દેવીપૂજક દલિત બંધુઓને ખેતીમાં ખાતર બિયારણ લેવા હોય કે કોઈ બીમાર હોય હાલમાં પણ બાપા આવી મદદ કરી રહ્યા છે.
આજુબાજુના વળદ્ધાશ્રમ હોય કે ગૌ શાળા હોય બાપાની યથાશક્તિ મદદ હોયજ પછી ગયા વર્ષથી વળક્ષો વાવવાનો વિચાર આવિયો અને પછી ગામની સીમ તલની એક બિન ઉપયોગી ખાડા ટેકરાંવાળી જગ્યા પસંદ કરી અને જગ્યા સમતલ કરી લગભગ ૬૦૦ વળક્ષો વાવ્યા અને હાલ તનમન ધન થી ખૂબ સારી રીતે ઉછેર કર્યો અને આ વળક્ષો ખૂબ સરસ રીતે ઊભા છે.
પછી આ થી પણ આગળ વધી એક બીજો આવોજ એક બ્લોક ત્યાર કરી ફરી આ વર્ષે પણ ૭૦૦ બીજા વળક્ષો નું વાવેતર કર્યું આમ નવરું બેસવુંએ બાપાના સ્વભાવમાં નથી અને આ કોઈપણ કામ ન થાય તે બાપામાં શબ્દકોશમાં નથી આમ સતત ચલના સતસત ચલના એજ બાપા નો જીવન મંત્ર છે. તેઓને જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ મયનબેન ગલાભાઈ ગલચર દ્રારા સન્માન કરવામા આવ્યુ હતુ તેવુ મિતેશભાઈ નાગાજાર વાળાએ યાદીમા જણાવ્યુ હતુ.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
