News of Monday, 19th August 2024
ઇન્ડોનેશિયામાં અખંડ રામાયણનો પાઠ થતો હોય તો કથા થવી જોઇએઃ પુ.મોરારીબાપુ
ઐતિહાસિક યોગ્યકર્તામાં પુ.મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ રૂદ્રાભિષેક'' રામકથાનો પ્રારંભ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ઈન્ડોનેશિયા એટલે એક વખતનો જાવા ટાપુ કે જ્યાં વર્ષો પહેલાં હિન્દુ માતરમ રાજાનું રાજ હતું.આજે ભલે હિન્દુઓની સંખ્યા ત્યાં અલ્પમતમાં છે. પરંતુ એક સમયે અહીં રામાયણથી હિન્દુ સનાતન ધર્મનો ખૂબ ફેલાવો થયો હોય એવા પ્રમાણમાં મળે છે. એવાં ઐતિહાસિકનગર ઈન્ડોનેશિયાના યોગ્યકર્તા શહેરમાં પુ.મોરારિબાપુના વ્યાસને આજે રામકથા ‘‘માનસ સમુદ્રભિષેક'' નો પ્રારંભ થયો.કથાના પ્રારંભે ઈન્ડોનેશિયામાં વસવાટ કરતા મનોરથી પરિવારના અનંત અને રાધિકાએ યોગ્યકર્તાનો સમગ્ર ઐતિહાસિક ચિતાર આપીને સૌ મહેમાનોને આવકાર્યા હતાં.
પુ.બાપુએ કહ્યું એ આ પરિવાર ઘણાં સમયથી ઈન્ડોનેશિયા કે જ્યાં ધાર્મિક રીતે હિન્દુઓ લઘુમતીમાં છે તો પણ લોકો અહીંયા શાંતિથી ભાઈચારાથી રહે છે. એવા નગરમાં અહીં રામાયણનો અખંડ પાઠ થઈ રહ્યોં છે. તેથી અહીં આ પરિવારને મળવી જોઈએ, થવી જોઈએ.અગાઉ એક વખત આ દેશમાં એક રામકથા ગવાઈ ચૂકી છે. આ દેશમાં આ બીજી કથાનું અનુષ્ઠાન આજે પ્રારંભ થઈ રહ્યું છે. બાપુએ આજે ઈન્ડોનેશિયાનો સ્વતંત્ર દિવસ હોય બધા જ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. અને કહ્યું કે ભોજનના છ રસ, સાહિત્યના નવ અને માનસનો એક રસ છે સેવારસ. આ સેવારસ પણ આ પરિવાર કરી રહ્યોં છે, તેનો રાજીપો વ્યક્ત કરું છું. કથાનું શીર્ષક ‘‘માનસ સમુદ્રભિષેક'' એ રીતે અનુકૂળ છે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પરમાત્મા શિવનું અનુષ્ઠાન કરવાનું પર્વ છે સાથે સાથે માનસમાં ૧૬ વખત અભિષેક શબ્દ આવ્યો છે. રામ અભિષેક, શિવ અભિષેક અને હૃદયાભિષેક આમ બધાં મળીને સમુદ્રાભિષેક થાય છે. તે રીતે ત્રિઅભિષેક એટલે બિલ્વપત્ર પણ થઈ જાય છે. સ્વપ્નો ઘણીવાર સત્ય નથી, પરંતુ અગમનો જરૂર નિર્દેશ આપે છે. ભરતજીને કેટલાક ન કલ્પી શકાય તેવા સપનો આવેલા તે માનસ પ્રમાણ આપે છે. સુનિત અને બોદ્ધની કથા અભિષેક સાથે જોડીને બાપુએ સમગ્ર સમાજને પુર્વગ્રહો કેવી પીડા આપે તેનો નિર્દેશ કર્યો.
આજની પ્રથમ દિવસે કથા માનસના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. વિવિધ વંદનાનો જેમ કે રામ, કૌશલ્યા, ભરત, શત્રુઘ્ન, દશરથ અને હનુમાનજી મહારાજની વંદના કરવાનો અવસર માનસમાં કયાં પ્રતિબિંબ છે તે પ્રસ્તુત થયો.
પૂજ્ય મોરારિબાપુએ ઈન્ડોનેશિયા કથામાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને હિન્દુ મંદિરોના હુમલા ઉપર અને વખોડીને ધાર્મિકતા હિંસા સાથે ન હોઈ શકે તેવો મત પ્રગટ કર્યો. એટલું જ નહીં સનાતન ધર્મ સમિતિ દ્વારા આ મંદિરો પરના હુમલાને વખોડતો ઉપર એક ઠરાવ પસાર કરીને યુનાઇટેડ નેશન્સને આપવાની વાત બાપુ પાસે મૂકવામાં આવી. ત્યારે બાપુએ આ ઠરાવ ડબલ્યુએચઓ સુધી પહોંચાડવા માટે પોતાની વિનય સાથે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમ તખુભાઇ સાંડસુરની યાદીમાં જણાવાયું છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
