News of Monday, 19th August 2024
ત્રંબા પાસે વડાળીમાં ૨૦ વર્ષના દેવદિપસિંહ જાડેજાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: ત્રંબા નજીકના વડાળી ગામે રહેતાં વીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વડાળીમાં રહેતાં દેવદિપસિંહ વિરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૦) નામના યુવાને ગત સાંજે છએક વાગ્યે ઘરે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને ખબર પડી જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં અહિ સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. જયદેવભાઇ બોસીયા અને પ્રતાપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર યુવાન દેવદીપસિંહ બે ભાઇમાં મોટા હતાં અને અભ્યાસ કરતાં હતાં. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
