News of Monday, 19th August 2024
ગોંડલ ધોળકીયા સ્કુલની હોસ્ટેલમાં વિપ્ર કિશોરનું ઝાડા ઉલ્ટીથી મોત
બેદરકારી બહાર આવીઃ બ્રહ્મસમાજ લાલઘૂમઃ હોસ્પિટલમાં બ્રહ્મસમાજનાં ટોળા ઉમટયાઃ આંદોલનની ચીમકી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૧૯: ગોંડલની ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા માળીયા હાટીનાનાં ૧૭ વર્ષનાં કિશોરને ઝાડા ઉલ્ટી થયા બાદ તેનું મોત નિપજતા બ્રહ્મસમાજ રોષિત બન્યો હતો. સ્કુલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઇ નાં હોય બ્રહ્મસમાજ દ્વારા બનાવની તપાસ કરી ધોળકીયા સ્કુલનાં જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા કિશોરનાં મળતદેહને રાજકોટ ખસેડાયો હતો. બનાવની કરુણતા એ હતી કે મળતક કિશોર બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈનું મળત્યુ થતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
શ્યામ લલીતભાઈ પાઠક (ઉ.૧૭) ને સવારે ઝાડા ઉલ્ટીની અસર થતા ધોળકીયા સ્કુલનાં હોસ્ટેલ સંચાલક દ્વારા ગુંદાળા રોડ પર આવેલી શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. ત્યાં દવા અને બાટલા અપાયા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો. દરમિયાન શ્યામની હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુબિંક એવા પ્રદીપભાઇ જોશી અને અમદાવાદથી આવેલા પિતરાઇ સાવનભાઈ પાઠકે રીક્ષા દ્વારા શ્યામને હોસ્ટેલથી ફરી શ્રધ્ધા હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ડોક્ટર હાજર ના હોય મેડીકેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ શ્યામે રસ્તામાંજ દમ તોડી દેતા આખરે મળતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડે બનાવની ગંભીરતા જોઈ બ્રહ્મસમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્યને જાણ કરતા તેઓ કલ્પેશભાઈ વ્યાસ, પારસભાઇ જોશી, વિજયભાઈ ભટ્ટ, જૈમિનભાઇ ભટ્ટ, યોગેન્દ્રભાઇ જોશી, આશિષભાઈ વ્યાસ, જીતુભાઇ પંડ્યા, નિખિલ જોશી, રજનીભાઇ પંડ્યા, બ્રિજેશ ઉપાધ્યાય સહિત હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં વિપ્રકિશોરને યોગ્ય સારવાર અપાવવામાં ધોળકીયા સ્કુલનાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવતા બ્રહ્મસમાજનાં આગેવાનો આગબગુલા બન્યા હતા. થોડીવારમાં બ્રહ્મસમાજના ં યુવાનો પણ હોસ્પિટલ દોડી આવતા ટોળા જામ્યા હતા. અને માહોલ ગરમાતા પોલીસ દોડી આવી હતી. દરમ્યાન ધારાસભ્યનાં અંગત સચિવ નિલેશ જેઠવા અને નગર પાલીકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ દોડી આવી બ્રહ્મસમાજનાં આક્રોશને શાંત પાડવા પ્રયત્ન કર્યા હતા. જીતુભાઇ આચાર્યએ હોસ્ટેલનું સંચાલન કરતા ગોકાણીને ફોન કરી હોસ્પિટલ આવવા જણાવ્યું હતુ. આગેવાનોએ સવાલ કર્યા હતા કે શ્યામ બે ત્રણ દિવસથી બીમાર હતો. તો તાકીદની સારવાર કેમ નાં અપાઇ? શ્રધ્ધા હોસ્પિટલ વાસ્તવમાં ક્લિનિક છે. ત્યા બીએચએમએસની ડીગ્રી ધરાવતા ડો.વેકરીયા દ્વારા બાટલા ચડાવી શ્યામ ને રજા આપી દેવાઇ હતી.વાસ્તવ માં શ્યામ ને કોઈ સારી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પીટલમાં સારવાર અપાવવાન કેમ નાં સુજ્યુ?
પીએસઆઇ જાડેજા દોડી આવ્યા હતા. બ્રહ્મસમાજ દ્વારા શ્યામનાં મળતદેહનુ ફોરેન્સિક પીએમ માટે માંગ કરાતા તેનાં મળતદેહને રાજકોટ ખસેડાયો હતો.
માળીયા હાટીનાથી શ્યામના માતા અને અન્ય પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો.
બ્રહ્મસમાજ દ્વારા શ્યામનાં મળત્યુ અંગે ધોળકીયા સ્કુલનાં જવાબદારો સામે આકરાં પગલા લેવા માંગ કરી અન્યથા ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઇ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
