News of Monday, 19th August 2024
વાદળા યથાવતઃ સોૈરાષ્ટ્ર- કચ્છમાં તડકાનો અભાવઃ રોગચાળો વકરવાની દહેશત
હળવા-ભારે વરસતા ઝાપટાઃ મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવત છે. અને તડકાનો અભાવ સર્જાતા રોગચાળો વકરવાની દહેશત છે.
ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના માત્ર બે તાલુકામાં જ વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકા અને અમરેલીના ધારી તાલુકામાં ૩-૩ મીમી વરસાદ ખાબકયો છે. ત્યારે જાણો આજે રાજ્યમાં હવામાન કેવું રહેશે.
આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના ધુનડામાં ઝાપટારૂપે વરસાદ પડયો હતો.
બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૫, મહતમ તાપમાન ૩૨, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતિ ૫.૬ કિ.મી. રહી હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
