<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

પોરબંદરના વેપાર-ઉદ્યોગોને નવું બળ-પ્રોત્‍સાહન

મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશેઃ ડો. મનસુખભાઇ ડિસ્‍ટ્રીક ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા સાથે જિલ્લાના વેપાર-ઉદ્યોગ આર્થિક વિકાસના પ્રશ્‍ને બેઠક યોજાઇઃ વેપારીઓ દ્વારા વિવિધ પ્રશ્‍નોની ભારપૂર્વક રજૂઆતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯: કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ ધી પોરબંદર ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોરબંદર શહેર અને જિલ્લામના ઔદ્યોગિક-વ્‍યાપારિક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્‍નો અને તેના સકારાત્‍મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ડો. મનસુખભાઇએ પોરબંદર વેપાર-ઉદ્યોગોને નવું બળ-પ્રોત્‍સાહન મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્‍યું હત

ડિસ્‍ટ્રિકટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જીતભાઇ હાથી એ કેન્‍દ્રીય મંત્રીને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શહેર અને જિલ્લાના ઔદ્યોગિક-વ્‍યાપારિક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે પ્રશ્‍નો અને તેના ઉકેલો માટેની ચર્ચા-વિચારણા, માર્ગદર્શન અંગે સંવાદ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ભારત સરકારના રમ, રમત અને યુવા બાબતોના મંત્રાલયના કેબિનેટમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ વેપારીઓ સાથે પોરબંદરના વિકાસ અંગે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. કેન્‍દ્રીય મંત્રી શ્રીએ માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

કેન્‍દ્રીય મંત્રીશ્રી જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં આજે ભારત વાણિજય વેપાર ક્ષેત્રે નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે. રોજગારી સર્જન સ્‍કિલ ડેવલોપમેન્‍ટ ક્ષેત્રે સરકારની યોજનાઓની અમલવારી કરીને ઉદ્યોગસાહસિકોને પ્રોત્‍સાહિત કરવાની યોજના વિેશની વાત કરીને મંત્રીશ્રીએ પોરબંદરમાં પણ વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્‍સાહન મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશે અને આ અંગેકમ પોરબંદરના જન્‍મ પ્રતિનિધિઓ દ્વારા પણ સૂચનો મળ્‍યા છે જે ધ્‍યાનમાં લેવાશે તેમ પણ મંત્રીશ્રી જણાવ્‍યું હતું.

ધારાસભ્‍યશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા તથા વેપારીઓ પોરબંદર માટે જે સ્‍વપ્‍ન સેવ્‍યા છે તેમાં પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા, રાજય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોરીખીયા, પ્રદીપભાઇ ખીમાણી, કલેકટરશ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. બી. ઠકકર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર-છાંયા નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સના પદુભાઇ રાયચુરા, જતીનભાઇ હાથી, અનિલભાઇ કારિયા, રાજપુત સમાજના અગ્રણી રાજભા જેઠવા સહિત શહેરના વેપારી અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:26 AM IST)