News of Monday, 19th August 2024
ખંભાળિયા નજીક ત્રણ મિત્રો સાથે જઈ રહેલી કાર પલટી જતા મુંબઈના યુવાનનું મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૯: મહારાષ્ટ્ર રાજ્યના મુલુંડ વેસ્ટ) ખાતે રહેતા વિરલ સતિષભાઈ ઐયા નામના ૩૩ વર્ષના યુવાન તેમની (સાથે ગાંધીધામ-કચ્છના સુભાષનગર વિસ્તારમાં રહેતા વિનયભાઈ નિલેશભાઈ
શાહ (ઉ.વ. ૨૪) અને તેમના વિદ્યાર્થી મિત્ર યુગલ સુશીલભાઈ ઝીંદલ (ઉ.વ. ૨૨, રહે. ગાંધીધામ) ને સાથે લઈને સોમનાથ દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ ગઈકાલે તેમની એમ.એચ. ૦૫ ડી.એસ. ૯૦૮૩ નંબરની બ્રેઝા મોટરકારમાં દ્વારકા દર્શન કરી અને પરત ગાંધીધામ જવા માટે રવાના થયા હતા. આ મોટરકાર વિરલભાઈ ચલાવી રહ્યા હતા.
ખંભાળિયા-દ્વારકા માર્ગ પર હંજીયાખડી ગામ નજીક પહોંચતા રસ્તામાં આવેલા એક ખાડાને તારવવા જતા કાર ચાલક વિરલભાઈ ઐયાએ પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.
આ બનાવ અંગેની જાણ થતા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે કાર ચાલક વિરલભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મળત્યુ હતુ. ત્યારે તેમની બાજુમાં બેઠેલા વિનયભાઈ શાહને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાછલી સીટમાં બેઠેલા ૨૨ વર્ષીય યુવાન યુગલને કોઈ મોટી ઈજાઓ થઈ ન હતી.
આ સમગ્ર બનાવ અંગે વિનયભાઈ નિલેશભાઈ શાહ (ઉ.વ. ૨૪, રહે. ગાંધીધામ - કચ્છ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક (મળતક) વિરલભાઈ સતિષભાઈ ઐયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
