<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વાંકાનેર પોલીસ દ્વારા ૬૬ લાખના દારૂના જથ્‍થાનો નાશ કરાયો

 

રાજકોટઃ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા રેન્‍જમા પો.સ્‍ટેમાં પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ આપેલ હોય તે અનુસંધાને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી, તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા. વાંકાનેરની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્‍ટેશન તથા વાંકાનેર તાલુકાપોલીસ સ્‍ટેશનમાં ઈંગ્‍લીશ દારૂના અલગ-અલગ કુલ-૩૩ ગુન્‍હાઓમા પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પો.સ્‍ટેની ઈંગ્‍લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પો.સ્‍ટેની ઈંગ્‍લીશ દારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ.૬૪,૫૨,૪૪૦/- નો ચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્‍ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામરરોડ ખાતે બંન્ને પોલીસ સ્‍ટેશનનો મુદ્દામાલ ફુલ બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ-૧૨૭૦૧ કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂનો જથ્‍થો સબ ડીવીઝન મેજી. વાંકાનેર એસ.એમ ગઢવી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર એસ.એચ સારડા, નશાબંધી આબકારી વિભાગ-રાજકોટ સબ ઈન્‍સ્‍પેક્‍ટર એસ.સી વાળા, ઈ/ચા નાયબ મામલતદાર બી.એસ પટેલ, પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર વાંકાનેર સીટી , એચ.વી.ઘેલા, વાંકાનેર તાલુકા પો.સ્‍ટે પોલીસસબ ઈન્‍સ્‍પેક્‍ટર એલ.એ ભરગા તથા બે પંચો તથા સ્‍થાનિક પોલીસ સ્‍ટાફની હાજરીમા રોલર ફેરવી દારૂના જથ્‍થાનો નાશ કરવામા આવેલ હતો. તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો અને હાજર પોલીસ સ્‍ટાફ, નશાબંધી સ્‍ટાફ તથા મામલતદારનો સ્‍ટાફ નજરે પડે છે.(તસ્‍વીર- અહેવાલઃ લિતેશ ચંદારાણા, વાંકાનેર)

(11:44 AM IST)