News of Monday, 19th August 2024
પાટડી પાસે અકસ્માત ટ્રેલર ચાલકનું મૃત્યુ

વઢવાણ તા. ૧૯ : પાટડી માલવણ રોડ પર બજાણા પાસે આવેલા રોયલ સફારી રિસોર્ટ પાસે વહેલી સવારે એક ટ્રેલરનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવણથી પાટડી થઈ અને રાજસ્થાન તરફ જતા ટ્રેલરના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટ્રેલર રોડ સાઈડમાં આવેલી ખાઈમા ખાબકયો હતો. આથી ટ્રેલરની કેબીનનો ફુરચો વળી જવા પામ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ બજાણા પોલીસને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચાલકને બહાર કાઢી પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ત્યારે બજાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
