News of Monday, 19th August 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષા બંધન પર્વની ઉજવણી
બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને ‘‘રક્ષા'' બાંધીને આર્શિવાદ અર્પણ કર્યા

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ તાજેતરમાં ખંભાળિયાની વી.એચ.અને વી.એચ. વિજય ચેરીટેબલ હાઇસ્કુલમાં નેવલ એન.સી.સી.ના કેડેરો માટે ખાસ રાખી મેકીંગ કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના આચાર્યશ્રી કે.ડી. ગોકાણી તથા નેવલ એન.સી.સી. ના શાળાના અધિકારી નીતિન નંદાણીયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા પુરસ્કાર અપાયા હતા. તથા તૈયાર થયેલ રાખડીયાને નેવીના જવાનોને દેવાની રક્ષાના પ્રતિકરૂપે મોકલવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નેવલ એન.સી. સી. ના કેડેરો તથા છાત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. તથા સુંદર રંગબેરંગ રાખડીયો ક્રાફટ તથા વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી બનાવી હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
