<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

સાવરકુંડલાથી ચાર કિલોમીટર દૂર છોટાહાથી પલટી જતા નાના મોટા ૧૫ થી ૧૭ને ઇજાઓ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૯: સાવરકુંડલા થી ભુવા તરફ જતા રોડ ઉપર ચાર કિલોમીટર દૂર ખુલ્લું છોટા હાથી પલટી જતા અંદર સવાર વિદ્યાર્થીઓ સહિત નાના મોટા ૧૫ થી ૧૭ જણાને ઇજાઓ થવા પામી છે.

રાજુલા પાસેના દેવકા વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કરતા અને સ્વામીના ગઢડા પાસે ના મોટા ગોરડકા ગામના ૧૦ થી ૧૨ જેટલા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ જન્માષ્ટમીનું વેકેશન હોય દેવકા વિદ્યાપીઠ થી તેડીને પોતાના વતન ગઢડા તાલુકાના મોટા ગોરડકા ગામે જવા ખુલ્લુ છોટા હાથી GJ33 T 3766 માં નીકળ્યા હતા જે સાવરકુંડલા થી ભુવા રોડ ઉપર ચાર કિલોમીટર દૂર પહોંચ્યા હતા ત્યાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા છોટાહાથી રોડ સાઈડના ખાળીયા માં પલટી ગયું હતું છોટા હાથી પલટી જતા વિદ્યાર્થીઓમાં રાડારાડ અને ચીસાચીસ થઈ જવા પામી હતી બનાવની જગ્યાએથી સાવરકુંડલાના કાનજી બાપુ મિત્ર મંડળના સ્વયંસેવકો ધર્મેશભાઈ ટાંક સહીત પસાર થતા હોય તેઓ એ અકસ્માત જોતા તમામ ઇજાગ્રસ્તો નેઙ્ગ ૧૦૮ મારફત સાવરકુંડલા સારવાર માટે ખસેડવા વ્યવસ્થા કરી હતી. સદભાગ્યે કોઇ જાનહાનિ થઈ નથી.

(1:34 PM IST)