News of Monday, 19th August 2024
પોરબંદરના સાંસદ બન્યા બાદ ડો.મનસુખભાઇ પ્રથમવાર નેશમાં માલધારીઓને મળ્યાઃ વિવિધ પ્રશ્નો ઉકેલવાની ખાતરી

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા ,. ૧૯: પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત બનુનેશ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો અને માલધારીઓના પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાને પોરબંદરના ખંભાળા નેશમાં માલધારીઓએ આવકાર્યા હતા. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ મંત્રીશ્રીએ નેશ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓએ સાંસદ બન્યા બાદ પ્રથમ વખત બનુ નેશ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા તેમના મતવિસ્તાર પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા છે. તેઓ નજીક ખંભાળા પાસે આવેલ બનુ નેશની મુલાકાતે પહોંચ્યા હતા. અને ત્યાં તેઓએ નેશ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે બેઠક યોજી હતી. અને માલધારી ઓની વિવિધ સમસ્યાઓ અંગે તેઓએ તલસ્પર્શી માહિતી મેળવી હતી. સરકાર માલધારીઓના તમામ પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લઇ આવવા કાર્યશીલ હોવાની ખાત્રી આપી હતી.
કેન્દ્રીય મંત્રી સાથે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પ્રદીપભાઈ ખીમાણી, કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, વન સંરક્ષક સહિત ઉપસ્થિત રહ્યા હતા.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
