News of Monday, 19th August 2024
દીવ-દમણ ફર્ન રિસોર્ટને પ્રતિષ્ઠિત એવોર્ડ, હર્ષની લાગણી
આકર્ષણતા અને સુંદરતા સાથે ખાસ આતિથ્ય ભાવના માટે જાણીતા રિસોર્ટને ત્રણ એવોર્ડ :અમારા પરિવાર જેવા સ્ટાફની ગ્રાહકો પ્રત્યેની પ્રતિબધ્ધતા અમને અમારા લેવલ સુધી દોરી ગયેલ છેઃ કામનાથ પ્રા.લિ.ના ચેરમેન- એમ.ડી. પ્રિયવદન કક્કડ

રાજકોટ તા.૧૯: કામનાથ પ્રાઇવેટ લી. રાજકોટ દ્વારા સંચાલિત દીવ અને દમણનાં પોતાની આતિથ્ય ભાવના સુંદરતાના આકર્ષણ માટે જાણીતા ફર્ન લકઝરિયસ રિસોર્ટને વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળતા ચેરમેન / એમડી પ્રિયવદનભાઈ કક્કડ, ડાયરેકટર અવધ કક્કડ તથા પ્રીતિબેન કક્કડ પર અભિનદન અવિરત વર્ષી રહ્યા છે.(મો.૯૦૯૯૦ ૩૮૫૫૫)
ઉકત બાબતે કામનાથ પ્રાઇવેટ લી.નાં ચેરમેન/ એમડી પ્રિયવદન ભાઈ કક્કડે જણાવેલ કે આ એવોર્ડ મળવા પાછળ ઘણા કારણો છે, પણ હું એવું માનું છું કે, અમારી જે આતિથ્ય ભાવના છે તે અને અમારા પરિવાર જેવા સ્ટાફનો ખૂબ જહેમત ખંત અને કંપની પ્રત્યેની સમપર્ણ ભાવના સુંદરતા અને અમારા રિસોર્ટનાં આકર્ષક લૂકથી જરા પણ ઓછી નથી.
સર્વોતમ સરકારી ઇવેન્ટ ઓફ ધ યર- સિલ્વર, સર્વોતમ રમતગમતની ઇવેન્ટ ઓફ ધ યર- ગોલ્ડ, સર્વોતમ લાઇવ કન્સર્ટ ઓફ ધ યર- ગોલ્ડ.
આ પુરસ્કારો અમારા ટીમની સમર્પણ, સર્જનાત્મકતા અને અપેક્ષાઓની આગળ નીકળી જતાં યાદગાર ઇવેન્ટસની વિધેયતા માટેના ઉત્કટ પ્રેમનો સાક્ષી છે. અમે તેમની મહેનત અને ઉતમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને લઇને અત્યંત ગર્વ અનુભવી રહ્યા છીએ. ફર્ન દીવ એન્ડ દમણ, દરિયાકિનારે આવેલ લકઝુરિયસ ટેન્ટ રિસોર્ટને પણ ઇએમએફ ગ્લોબલ નેટવર્ક એવોર્ડસમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે. તેમ પ્રિયવદનભાઇ કક્કડએ જણાવ્યું હતું.
તેમણે વિશેષમાં જણાવેલ કે, સર્વોત્તમ સરકારી ઇવેન્ટ ઓફ ધ યર માટે સિલ્વર એવોર્ડ મળ્યો છે.જયારે ઉત્કૃષ્ટ સ્પેર્ટ્સ કવોટામા ઇવેન્ટ ઓફ ધ યર શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સર્વોતમ લાઇવ કન્સર્ટ ઓફ ધ યર શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
આ પુરસ્કારો અમારી ટીમની ખૂબ જહેમત અને કંપની પ્રત્યે સમપર્ણ ભાવ વિગેરેનો ખૂબ મહત્વનો છે. આ બધા સહિયારા પ્રયાસોની સાથે અમારા રિસોર્ટની અનોખી સુંદરતા આકર્ષણનું કેન્દ્ર છે, હું ફરી કહું અમારી હોસ્પિટાલીટી આતિથ્ય ભાવનાની જે નીતિ પાયામાં છે તે આ એવોર્ડ સુધી દોરી ગયેલ છે.
આતિથ્ય ભાવના માટે જેની ખૂબ નામના છે એવી આ બાબત વિશેષ કેન્દ્રમાં રાખી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાનું કામનાથ પ્રાઇવેટ લી.નાં ચેરમેન અને એમડી પ્રિયવદનભાઈ કક્કડે જણાવ્યું છે.
તેમણે વિશેષમાં જણાવેલ કે, સર્વોત્તમ સરકારી ઇવેન્ટ ઓફ ધ યર માટે સિલ્વર એવોર્ડ મળ્યો છે.જયારે ઉત્કૃષ્ટ સ્પેર્ટ્સ કવોટામા ઇવેન્ટ ઓગ ધ યર શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સર્વોતમ લાઇવ કન્સર્ટ ઓફ ધ યર શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ પુરસ્કારો અમારી ટીમની ખૂબ જહેમત અને કંપની પ્રત્યે સમપર્ણ ભાવ વિગેરેનો ખૂબ મહત્વનો છે. આ બધા સહિયારા પ્રયાસોની સાથે અમારા રિસોર્ટની અનોખી સુંદરતા આકર્ષણનું કેન્દ્ર છે, હું ફરી કહું અમારી હોસ્પિટાલીટી આતિથ્ય ભાવનાની જે નીતિ પાયામાં છે તે આ એવોર્ડ સુધી દોરી ગયેલ છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
