News of Tuesday, 20th August 2024
જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં બે દિવસ માટે શ્રીનગર વાલે ભાઈ હરજીન્દર સીંઘજી નું કીર્તન
શીખ સંપ્રદાય અને સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ

જામનગર: જામનગર ની મધ્યે આવેલા શ્રી ગુરુદ્વારામાં સિંગ સભામાં આજે તારીખ ૧૯ ઓગસ્ટ અને આવતીકાલે ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ ના બે દિવસના સમયગાળા દરમિયાન ખાસ શ્રીનગર થી પધારેલા ભાઈ હરજીંદરસિંઘજી ના કીર્તન નું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના ગુરુદ્વારામાં બંને દિવસો દરમિયાન રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી ના બે કલાકના સમયગાળા દરમિયાન તેઓના કીર્તનો કાર્યક્રમ યોજાયો છે. જેનો જામનગરના શીખ સંપ્રદાય અને સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
