News of Tuesday, 20th August 2024
છોટીકાશી' માં બળેવ નિમિત્તે બ્રાહ્મણો દ્વારા જનોઇ પરીવર્તન
કે.વી. રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાયો

જામનગર : 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણી પૂનમ અર્થાત બળેવ નિમિત્તે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત એટલેકે જનોઈ બદલવાની પરંપરા નિભાવવામાં આવી હતી.કે.વી. રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ય મંદિરોમાં પણ આવા જ કાર્યક્રમ યોજાયા હતા તથા ઘણા જનોઈધારી બ્રાહ્મણોએ ઘરે પણ સવારે પૂજા અર્ચના કરી જનોઈ બદલી હતી
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
