<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th August 2024

જામનગરના એસટી ડિવિઝન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે વધારાની ૨૬ બસ દોડાવાઇ: વધુ દોઢ લાખની આવક થઈ

જામનગરથી રાજકોટ, મોરબી અને અમદાવાદ માટેની વધારાની એક્સ્ટ્રા ૨૬ બસ દોડાવાઇ

જામનગર : જામનગરના એસટી ડિવિઝન દ્વારા રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને મુસાફરોની સગવડતામાં વધારો કરવાના ભાગરૂપે આજે સવારે એસ.ટી ડિવિઝનની વધારાની ૨૬ ટ્રીપને તોડતી કરાવવામાં આવી છે. જેનો ૧૫૫૧ જેટલા મુસાફરોએ લાભ લીધો છે.

 જામનગરથી રાજકોટ, મોરબી અને અમદાવાદ માટેની વધારાની એક્સ્ટ્રા ૨૬ બસ દોડાવાઇ હતી, અને અંદાજે રૂપિયા દોઢ લાખ ની વધુ એસ.ટી. ડિવિઝનને આવક થઈ હોવાનું એસ.ટી. ડિવિઝનના અધિકારી દ્વારા જાહેર કરાયું છે

(1:05 AM IST)