News of Tuesday, 20th August 2024
જામનગર સીટી સી ડીવી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ૫ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર - સીટી સી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ
દિગજામ સર્કલ જૂના ઓવરબ્રીજ નીચે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લેવાયો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ, અશોકકુમાર (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસખ ડેલ (IPS) તથા I/C પોલીસ અધિક્ષક આર.બી દેવધાનાઓએ અનડીટેકટ ગુન્હાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ.
સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડ સ્ટાફના માણસોને ફરારી આરોપીઓ શોધવા માટે સૂચના કરેલ હોય જેથી પો.સ્ટે વીસ્તારમાં સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ યશપાલસિંહ એ જાડેજા તથા પો.કોન્સ હોમદેવસીંહ જાડેજા તથા પો.કોન્સ હર્ષદભાઈ પરમારને હકીકત મળેલ કે. જામનગર સીટી સી ડીવી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર ૧૧૨૦૨૦૦૨૨૪૦૫૩૮/૨૦૨૪ પ્રોહી કલમ પ્રોહી કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી), ૮૧ મુજબના કામે છેલ્લા પાંચ માસ થી નાસ્તો ફરતો આરોપી મુકેશ ઉર્ફે જોન ખિમજીભાઇ સિંધવ( રહે.હરીપર ગામ ખારી વિસ્તાર તા.પડધરી જી.રાજકોટ મુળ વતન ખેતીવાડી ન્યુ ઇન્દીરા કોલોની શેરી નંબર. ૧ જામનગર વાળો) દિગજામ સર્કલ જૂના ઓવરબ્રીજ નીચે હોવાની બાતમી હકીકતના આધારે નીચે જણાવેલ નામ વાળા નાસ્તા ફરતા આરોપીની તપાસ કરતા મળી આવતા જે અંગે પો.હેડ.કોન્સ. વાય.એ.જાડેજા એ ઘોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે જોન ખિમજીભાઇ સિંધવ (રહે.હરીપર ગામ ખારી વિસ્તાર તા.પડધરી જી.રાજકોટ મુળ વતન ખેતીવાડી ન્યુ ઇન્દીરા કોલોની શેરી નંબર. ૧ જામનગર)
આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરી સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસીંહ જાડેજા તથા પો.કોન્સ. શીવભદ્રસિંહ જાડેજા, થુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મહાવિરસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, હોમદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર, વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
