News of Tuesday, 20th August 2024
મિતાણા ઓવરબ્રિજ નીચે બાઈકને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:બાઈક સવાર પતિના સામે પત્નીનું ધટના સ્થળે મોત
ભાઈના ધરે રક્ષાબંધન પર્વે વતન શક્તિનગર આવી અને પરત રાજકોટ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

મિતાણા ઓવરબ્રિજ નીચે બાઈકને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:બાઈક સવાર પતિના સામે પત્નીનું ધટના સ્થળે મોત નીપજ્યું છે ભાઈના ધરે રક્ષાબંધન પર્વે વતન શક્તિનગર આવી અને પરત રાજકોટ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો
બનાવ અંગે ટંકારા 108 ને જાણ થતાં ઈટીએમ રૂબિયાબેન ખુરેશી પાઈલોટ મુકેશભાઈ તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા. અને ધાયલ પતીને હોસ્પિટલ ખાતે ખસેડયા હતા ઉપરાંત મરણ જનાર મહિલા ગોદાવરીબેન ગણેશભાઈ ગજેરા(ઉ.વ.57)ને પીએમ અર્થે ટંકારા સિવિલ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ટંકારા પોલીસ ના નેકનામ ઓપી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે .
108 ટિમે મહિલાના ધરેણા પરીવારને સોપ્યા
108 ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા અને મરણ જનાર મહિલા તથા પતિ ને ટંકારા ખસેડાયા હતા ત્યારે ધરેણા તથા કિમતી સામાન હોસ્પિટલમાં આવેલ પરીવારને પરત કર્યા હતા.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
