News of Tuesday, 20th August 2024
જામનગર શંકરટેકરી સુભાષપરા શેરી નં.૦૧માંથી તીન પતીનો જુગાર રમતા નવ જુગારીઓ રોકડા રૂ.૧૦૩૪૦ સાથે ઝડપાયા
ઉધોગનગર પોલીસ ચોકી સીટી સી ડીવીઝન પોલીસ જામનગર સ્ટાફ દ્વારા બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા

જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક આર.બી.દેવધા (DY. SP) નાઓએ જામનગર જીલ્લા પ્રોહીબીશન તથા જુગારના કેશો શોઘી કાઢવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ.જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરીની સુચના મુજબ ઉધોગ પોલીસ ચોકીના પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહીલ તથા ઉધોગ પોલીસ ચોકી સ્ટાફના માણસો ઉધોગ પોલીસ ચોકી વિસ્તારમાં પ્રોહી. જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ડોડીયાને સંયુકત ચોકકસ બામતમીદારોથી હકીકત મળેલ હોય કે, જામનગર શંકરટેકરી સુભાષપરા શેરી નં.૦૧ મા અમુક પુરૂષ ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે જાહેરમા તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હાર જીતનો જુગાર રમે છે, જેથી સદરહુ હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર કુલ નવ પુરૂષ ઇસમોને જુગાર રમતા રોકડ રૂપીયા ૧૦,૩૪૦ તથા ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.00/00 મળી એમ કુલ રૂ.૧૦,૩૪૦ ના મુદામાલ સાથે તમામને પકડી પાડી પોલીસ હેડ કોન્સ. નારણભાઈ બાબુભાઇ સદાદીયા ની ફરીયાદ રીપોર્ટ આધારે પોલીસ સબ ઇન્સ. આર.ડી.ગોહિલ નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) દામજીભાઇ સોમાભાઇ મકવાણા.(૨) નવીનભાઇ રણછોડભાઇ નાખવા.(૩) કિશનભાઈ અનીલભાઈ ઘટાર.(૪) મેહુલભાઇ પુનાભાઇ ચૌહાણ.(૫) મહેશભાઇ ઉર્ફે લાલો કિશોરભાઈ પરમાર.(૬) ભાવેશભાઇ મનસુખભાઇ ગૌસ્વામી.(૭) રવિભાઇ ગોપાલભાઈ વારસુર.(૮) દીપ મનોજભાઇ ચૌહાણ.(૯) આદેશભાઇ રમણભાઇ માંગલીકા (રહે, બધા શંકરટેકરી, જામનગર)
કબ્જે કરેલ મદામાલ -(૧) રોકડા રૂપીયા ૧૦,૩૪૦ તથા (૨) ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.00/00
આ કાર્યવાહી પોલીસ ઇન્સ જે.વી.ચૌઘરીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ. આર.ડી.ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ નારણભાઇ બાબુભાઇ સદાદીયા તથા પોલીસ કોન્સ ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા જયપાલસિંહ ધનશ્યામસિંહ ડોડીયા તથા જોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પાલ તથા અરવીંદભાઇ માલદેભાઇ પીપરોતર તથા ભાવેશભાઇ વસરામભાઇ રાનાણી તથા શિવરાજસિંહ નટુભા રાઠોડ નાઓ દ્વારા કરવામા આવેલ છે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
