News of Wednesday, 21st August 2024
જસદણ ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે કુંવરજીભાઈના પ્રયાસોથી ૨૨ કરોડની રકમ મંજૂર
નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ૨૦૨૦ પ્રમાણે વર્ગખંડ,પ્રયોગશાળા,મહેકમ સહિતની વિવિધ સુવિધાઓ મળશેઃ જસદણ,વિછીયા,બોટાદ,બાબરા,ચોટીલા તાલુકાના વિદ્યાર્થીઓને લાભ મળશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨૧: આર્થિક રીતે હંમેશા પછાત રહેલા જસદણ-વિછીયા તેમજ આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું પડતું હતું તેના બદલે હવે આ પંથકના વિદ્યાર્થીઓને ઘર આંગણેજ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પ્રાપ્ત થશે આ માટે અગાઉ વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજૂર કરાવ્યા બાદ કોલેજના નવા બિલ્ડીંગ માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી ૨૨ કરોડની રકમ મંજુર થતા આ પંથકમાં ખુશી છવાઈ ગઈ છે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની રજૂઆતો બાદ જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજને મંજૂરી આપી હતી આ કોલેજ હાલમાં હંગામી ધોરણે મોડેલ સ્કૂલમાં ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે કોલેજ માટે જમીન ફાળવવા મહેસુલ વિભાગને કરવામાં આવેલ દરખાસ્તને મંજૂરી મળતા ૨૦૨૪-૨૫ ના વર્ષને નવીન મકાન બાંધકામ અને તેને આનુસંગિક કામો બાબત ની શિક્ષણ વિભાગે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ૨૦૨૦ પ્રમાણે વર્ગખંડ પ્રયોગશાળા સહિતની વિવિધ સુવિધાઓ માટે ૨૨ કરોડની રકમ મંજૂર કરી છે.
કુંવરજીભાઈના પ્રયાસોથી જસદણ, વિંછીયા, બોટાદ, બાબરા અને ચોટીલા તાલુકાના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.
વિજ્ઞાન પ્રવાહની કોલેજ માટે શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર,ગ્રંથપાલ,લેબ આસિસ્ટન્ટ,ક્લાર્ક તેમજ જુનિયર ક્લાર્ક સહિતની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ કોલેજનું અંદાજે ૫૮૦૭ ચોરસ મીટરની જગ્યામાં કામગીરી થશે આ કામના અંદાજો બનાવવા ટી.એસ. ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થયે આગામી દિવસોમાં નવા મકાનની સુવિધા વિદ્યાર્થીને મળશે.
જસદણ અને વિછીયા તાલુકાના વિકાસને સ્પર્શતા વર્ષો જૂના મહત્વના પ્રશ્નોનું એક પછી એક નિરાકરણ આવવા લાગતા જસદણ અને વિછીયા તાલુકાના ભાજપના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે અને કુંવરજીભાઈ બાવળિયાનો આભાર માન્યો છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
