News of Wednesday, 21st August 2024
બગસરાના માણેકવાડા ગામે ડીમોલેશન
સ્વાગત કાર્યક્રમમાં મૂકેલી અરજીના અનુસંધાને દબાણ દૂર

(સમીર વિરાણી દ્વારા)બગસરા,તા. ૨૧: માણેકવાડા ગામમાં લેન્ડ ગ્રોબીંગᅠ અંતર્ગત કરેલી કાર્યવાહીમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાથી જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે અરજી ૨૦૨૪ માં કરેલી હોવાના પગલે કલેક્ટર દ્વારા આ જમીન ઉપર જે કાંઈ દબાણ કરેલ હોયતે ૧૫/૮/૨૦૨૪ સુધીમાં દૂર કરવા આદેશ કરવામાં આવેલ હતો.જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જેન્તીભાઇ પટોળિયા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મુકેલી હોવાથી કલેકટરની સૂચનાથી મામલદાર તેમજ પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામમાં દબાણ કરેલી જગ્યામાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
જોકે આ બાબતે સામા પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોળિયા જાહેર રસ્તા ઉપર મકાન બનાવી લીધેલું હોવાથી તે જાહેર રસ્તા ને ખુલ્લો કરવા અરજી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ડી આઈ એલ આર અમરેલી દ્વારા ૨૦૨૨ માં વિવાદિત સ્થળ ની માપણી કરવામાં આવેલી હતી જે દબાણ કરેલું હોવાનું સાબિત પણ કરેલું હતું. જેથી અરજદાર દ્વારા ૭ નોટીશ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર કરવામાં ના આવતું હોવાથી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં આ જાહેરᅠ રસ્તા ને ખુલ્લો કરવા માટે દબાણ કરેલ જગ્યા ખાલી કરવામાં આવેલ હતી. મામલતદાર તથા પોલીસ દ્વારા કલેકટરના આદેશને પગલે માણેકવાડામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
