News of Wednesday, 21st August 2024
રાજકોટ જેતપુર હાઇવેમાં અકસ્માતની હારમાળાઃ સીકસ લેન કામગીરીમાં ધતિંગ પંચા દોઢસો

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.૨૧: રાજકોટ જેતપુર સીકસ લેનની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ટ્રાન્સપોર્ટ સુવિધામાં વધારો થાય તેવાં આશયથી રોડ મંજૂર કરી સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રાત્રીના સમયે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને મહામુલી જીંદગી હોમાઈ રહી હોવાછતાં આંખ ઉઘડતી નથી.
રાત્રીના સમયે રોડ ઉપર સેફટીના સાધનો મુકવામાં આવ્યા ન હોવાથી રોજેરોજ અકસ્માતના બનાવો બનતાં હોય છે ત્યારે પુરજોશમાં ચાલતી કામગીરીને કારણે મુકવામાં આવેલ રોડ ઉપર થેલીઓ લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે રાતના સમયે વાહન ચાલકોને સામેથી આવતું વાહનોની હેડ લાઈટના કારણે અંધાપો છવાઈ જવાથી રોડ સાઈડમાં મુકેલ થેલીઓ દેખાતી ન હોવાથી વાહન ચાલકો રોડની સાઈડમાં ખાડામા અથવા તો ડીવાઈડર ઠેકીને વિરૂધ્ધ રોડ ઉપર ચઢી જતાં અકસ્માતમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે રાત્રીના સમયે હાઈવે ઉપર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે બેદરકારી સમજવી કે અણસમજ કે પછી ધતિંગ પંચા દોઢસો જેવો ઘાટ સર્જાયો છે પોતાને ફાયદો થાય તેવાં કારણોથી રોડની સાઈડમાં બેરલ તેમજ રેડીયંમ પટ્ટી અકસ્માત નિવારણ માટે મુકવામાં આવી ન હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે કોન્ટ્રાકટરને આ અંગેની સૂચનાઓ આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
