News of Wednesday, 21st August 2024
જયેશ વ્યાસ રજૂ કરશે દ્વારિકા જન્મોત્સવનો આંખે દેખ્યો અહેવાલ

રાજકોટ : પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકળષ્ણની જન્માષ્ટમીના દિવસે સમગ્ર ભારત અને વિદેશમાં વસતા ભારતીયોના હૈયામાં ભક્તિ અને ઉમંગનું પૂર ઉમટે છે. આગામી ૨૬ ઓગસ્ટ જન્માષ્ટમીના પાવન અવસરે સવારે મંગળા દર્શન થી રાત્રે ભગવાન શ્રીકળષ્ણ જન્મના મહોત્સવ સુધી દ્વારિકાથી ડીડી ગિરનાર અને ડીડી નેશનલના માધ્યમથી સીધા પ્રસારણમાં જયેશ વ્યાસ અને ડો. શૈલેષ ટેવાણી આંખે દેખ્યો અહેવાલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારકા જન્મોત્સવ ઉપરાંત અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની કોમેન્ટ્રી પણ વર્ષોથી રસસભર શૈલીમાં આપતા રહ્યા છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
