News of Wednesday, 21st August 2024
ગોંડલ નાગરિક બેંકના ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને ડિસ્ટ્રીકટ રજીસ્ટ્રારના હૂકમનો અમલ કરવાનો ઈનકારઃ દેસાઈ
ઉતાવળે કરેલ હુકની જાણ તાત્કાલીક અસરથી જીલ્લા રજીસ્ટ્રાર અને સ્ટેટ રજીસ્ટ્રારને મેઈલ દ્વારા કરવામાં આવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૧: ગોંડલ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગોંડલ નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી જે.બી.કાલરીયા દ્વારા તા.૧૪/૮/૨૪ ના રોજ બેંકની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડેલ જેમાં ગુજરાત હાઈકોર્ટના ડાયરેકશન મુજબના મતદારયાદી બનાવી માર્ચ-૨૦૨૩ પછીના નોંધેલા સભાસદોને પણ મતદારયાદીમાં સામેલ કરી હાઈકોર્ટના ડાયરેશનનો આજ રોજ ભંગ કરેલ છે. તેમજ જીલ્લા રજીસ્ટ્રાર રાજકોટે પણ આજરોજ હાઈકોર્ટના ડાયરેક્શનનો અમલ કરવાની સ્પષ્ટ સુચના આપેલ જેની એક નકલ બેંકના ડિરેકટર યતિષભાઈ દેસાઈને ઈ-મેઈલ દ્રારા બપોરે ૩:૦૦ વાગ્યે મોકલેલ છે. તેમજ કામચલાઉ મતદાર યાદી સામે વાંધા રજુ કરવાની અંતિમ તા.૨૧/૮/૨૪ હતી છતા પણ આ વિવાદીત ચૂંટણી અધિકારી જે.બી.કાલરીયા ઐ તા.૨૦/૮/૨૪ ના રોજ જ આ વાંધા નામંજુર કરી આપેલ હતા. આ સંજોગોમાં આ ઉતાવળે કરેલ હુકની જાણ તાત્કાલીક અસરથી જીલ્લા રજીસ્ટ્રાર અને સ્ટેટ રજીસ્ટ્રારને મેઈલ દ્વારા કરવામાં આવેલ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
