News of Wednesday, 21st August 2024
ધ્રાંગધ્રાના ભરાડા ગામની દળ સીમમાં સીમમાં ૨ જુગારી ઝડપાયાઃ ૩ નાસી છૂટયા

વઢવાણ,તા. ૨૧: ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા થી થરા જવાના માર્ગે દળ નામની સીમ વિસ્તારમાં તીન પત્તીનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા એલ સી બી એ છાપો મારીને રકમ ૨૩,૮૭૦ રૂપિયા સહીત બે આરોપી ને ઝડપી લીધા હતા અને ત્રણ આરોપી નાસી છૂટયા જેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલ સી બી ટીમના પી આઈ જે જે જાડેજા, પી એસ આઈ એન એ રાયમા,હેડ કોસ્ટેબલ, પરીક્ષિતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર,તથા પેરોલ ફ્લો સ્કોડ સ્ટાફ એ કડકાઈથી કામ લઈને જુગાર રમતા (૧) હસમુખભાઇ જગદીશભાઇ પટેલ રહે સજ્જનપુર ( ૨) જગદીશભાઇ કેશવજીભાઇ પટેલ રહે.વાવડી, સહીત બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્રણ આરોપી નાસી છૂટયા હતા જેઓના નામ (૩)નાગરભાઇ ઠાકોર (સાયડા વાળા) રહે.રાજપર તથા (૪) ભુરાભાઇ નરેશભાઇ પટેલ રહે.ભરાડા તથા(૫) ધનશ્યાભાઇ વિઠ્ઠલભાઈ કોળી રહે ,જેસડા વાળા છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
