<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

રાજકોટ જિલ્લામાં જૂગારીયાઓનો જમાવડોઃ ૭ દરોડામાં ર મહિલા સહિત ૪૦ પકડાયા

ધોરાજીમાં ૭, ઝાંઝમેર ગામે ૩, જામકંડોરણામાં ર મહિલા સહિત ૪ પડધરીમાં ૮, જસદણમાં ૭, ગોંડલના દેવાળા ગામે ૭ અને સુલતાનપુરમાં પ શખ્‍સો જૂગાર રમતા પકડાયા

રાજકોટ તા. ર૧ :.. જન્‍માષ્‍ટમીના તહેવાર પૂર્વે ૪ જૂગારીયાઓ પાટલા માંડી બેસી જાય છે. જીલ્લામાં અલગ-અલગ ૭ દરોડોમાં ર મહિલા સહિત ૪૦ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ધોરાજી, જુનાગઢ રોડ, કાનબાપાની કેબીન પાછળ, શ્રીજી હીટર કારખાનાની પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) અનિલ શાંતિભાઇ હિરપરા ઉ.૪૯ ધંધો ડ્રાઇવર રહે. ધોરાજી વઘાસીયાના ચોરા પાસે (ર) કિરણ વજુભાઇ માવાણી ધંધો ખેતી ધોરાજી વઘાસીયા ચોરા પાસે, (૩) વિજય કુરજીભાઇ સાકરીયા ધંધો ખેતીકામ રહે. જુનાગઢ રોડ ભાવના પ્‍લાસ્‍ટીકની સામે વાડીએ (૪) અજય દિનેશભાઇ દેગામા ધંધો ખેતી કામ રહે. ભોલગામડા તા. ધોરાજી (પ) અજય વલ્લભભાઇ સેંન્‍જલીયા રહે. મંડલીકપુર તા. જેતપુર (૬) અશ્વિન બાબુભાઇ હિરપરા ધંધો ખેતી રહે. ધોરાજી વઘાસીયા ચોરા પાસે, તથા (૭) ભરતભાઇ જીણાભાઇ વૈષ્‍ણવ ધંધો ખેતી રહે. હિરપરા વાડીને રોકડા રૂા. રપ,રર૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડોમાં ધોરાજી તાલુકા પોલીસે ઝાંઝમેર ગામે શકિતનગર સોસાયટીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) કિશોર વશરામભાઇ પરમાર ધંધો મજૂરી (ર) ભૂપત રવજીભાઇ ચૌહાણ ધંધો ખેતર મજૂરી તથા (૩) રમેશ ગગજીભાઇ જીંજૂવાડીયા ધંધો મજૂરી રહે. ત્રણેય ઝાંઝમેર ને રોકડા રૂા. ૩પ૩૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડોમાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા ઇન્‍દીરાનગર દે. પૂ. વાસ ઢોરા ઉપર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મુકેશ લવજીભાઇ જખાણીયા ધંધો મજૂરીઘ, (ર) નિલેશ રઘુભાઇ પરમાર ધંધો મજૂરી (૩) કવીબેન વા-ઓ. લવજીભાઇ જખાનીયા ધંધો મજૂરી તથા (૪) જયશ્રીબેન સંજયભાઇ પરમાર રહે. જામકંડોરણાને રોકડા રૂા. ર૪૩૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધો હતાં.

(11:46 AM IST)