News of Wednesday, 21st August 2024
ભારત બંધ અન્વયે ભાયાવદરમાં મેઘવાળ દલિત સમાજ દ્વારા બંધના એલાનને ટેકો જાહેર
કલેકટરને આવેદન પાઠવી એડવોકેટ પ્રવિણ લધા સહિતના લોકો બંધમાં જોડાયા

ભાયાવદર તા.૨૧: આજે ૨૧ ઓગસ્ટના રોજ જે બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે અનુસંધાનમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું આખો ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડ્યંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવા અને આપણી આવનારી પેઢીનું શેક્ષણિક સામાજિક વિકાસ નો રૂંધાય એનું ભવિષ્ય ના બગડે તે હેતુથી ભાયાવદર બંધ રાખવા આ બાબતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવાનું હોય તે માટે ભાયાવદરના તમામ sc st બહોળી સંખ્યામાં પ્રદર્શન માટે આજે સવારે ૯ વાગ્યે મેઘવાળ સમાજ ભાયાવદર તથા સમસ્ત દલિત પરિવાર, એડવોકેટ પ્રવિણભાઇ લધા બપોરે એકઠા થયેલા અને કલેકટરને આવેદનપત્ર પાઠવી ભાયાવદર બંધમાં જોડાયા હતા.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
