News of Wednesday, 21st August 2024
ધ્રાંગધ્રાના ભાદર, ગંજેડા ગામની સીમમાં પેટા નર્મદા કેનાલ ઓવરફલો થતા કપાસના પાકને નુકસાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: ધ્રાંગધ્રા તાલુકના ભાદર, ગંજેડા ગામની સીમમાં પસાર થતી માઇનોર કેનાલમાં પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો.જે માઇનોર કેનાલ ભાદર, ગંજેડા સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ અગમ્ય કારણોસર છેલ્લા ૪, વર્ષ થી ઓવરફ્લો થવાનો બનાવ બનતા આસપાસના અંદાજે ૧૦ જેટલાં ખેતરો માં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધિયાન નહિ દેતા જે કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમા વાવેલ કપાસ જેવા પાકમા પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાથી ખેડૂત લુહાર ભીખાભાઈ લવજીભાઈ દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી,ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે.જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે.ત્યારે ભાદર, ગંજેડા ગામની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહયા છે.જેમાં લુહાર ભીખાભાઈ લવજીભાઈ રહે ભાદર ગામ વાળા ખેડૂત અરજીમાં જણાવેલ કે દસ દિવસમાં નિકાલ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
