News of Wednesday, 21st August 2024
ગોંડલના ગુંદાળામાં પાણીની ડોલમાં ડુબી જતા ર વર્ષના એકના એક પુત્રનું મોત
લીંબડીના પરનાળા ગામનો વતની અને ગોંડલના ગુંદાળા ગામે કારખાનામાં કામ કરતાં પરિવારના માસુમ બાળકનુ રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જવાથી ડૂબી જવાથી બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો

ગોંડલ તા.૨૧: લીંબડીના પરનાળા ગામનો વતની અને હાલ ગોંડલના ગુંદાળા ગામે કારખાનામાં કામ કરતાં પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગોત અનુસાર, મૂળ લીંબડીના પરનાળા ગામના વતની ઝાપડીયા પરિવાર હાલ ગોંડલના ગુંદાળા ગામે રહી ઉર્જા પ્રોટીનમાં કામ કરે છે. આ પરિવારનો બે વર્ષનો પુત્ર ભાવેશ ગત ૧૭ ઓગસ્ટના રોજ રમતા-રમતા પાણી ભરેલી ડોલમાં પટકાયો હતો. માસુમ બાળક પાણીની ડોલમાં ડૂબી જતાં વધુ પડતું પાણી પી જતાં બેભાન થઇ ગયો હતો.
જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
