<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સાવરકુંડલામાં માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકઃ મુહૂર્તમાં રૂ. ૧૧૬૧ પ્રતિમણના ભાવ બોલાયા

(દીપક પાંધી-ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૨૧: સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ગઇ કાલે સિજન ની નવી મગફળી ની આવક શરૂ થઇ છે જેમા ગોરડકા ગામના ખેડુત ઉકાભાઈ દાનાભાઈ બળદાણીયા પોતાની મગફળી વેચવા માટે આવેલ સિજન નીઙ્ગ મગફળીની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોયઙ્ગ યાર્ડ ના ચેરમેન દિ૫કભાઇ માલાણીના હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

મગફળી ખરીદનાર વેપારીશ્રીઓ, તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી જે.વી.માલાણી, આ.સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રિવેદી, મુકેશભાઈ ચોવટિયા,ઇન્સ્પેકટર વનરાજભાઇ ખુમાણ,અનિલભાઈ ઉચદડીયા તેમજ સ્ટાફગણ, ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં મગફળી ખરીદનાર વેપારીઓમાં મુહુર્તની મગફળી ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા રૂા ૧૧૬૧ની ઉચી બોલી બોલીને મુહુર્તની મગફળીનુ વેચાણ થયેલ હતુ મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો. તેમ આસી.સેક્રેટરી મુકેશભાઇ ત્રિવેદીની યાદી જણાવે છે.

હાલ આગોતરા વાવેતરની મગફળીની આવક શરૂ થઇ છે પિલાણ અને નિકાસ લાયક મગફળીની આવક હજુ દોઢેક મહિના બાદ શરુ થશે તેવું ખરીદનાર વેપારી વર્ગ તરફથી જાણવા મળ્યું હતું.

(1:54 PM IST)