<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

અમરેલી જીલ્લામાં ફરી વરસાદ વરસ્યો

લીલીયામાં પોણા ર ઇંચઃ અન્યત્ર ઝાપટા વરસી જતા ખેડૂતો ખુશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :..  શહેર અને જિલ્લામાં મઘા નક્ષત્રના પ્રારંભે જ હળવો ભારે વરસાદ પડ્યો હતો. પણ તેમાય અમરેલીના વડી અને ઠેબી ડેમ ખાલી ખમ રહેતા ચિંતા જન્મી છે એક ડેમ અમરેલીને પીવાનુ અને બીજો  ડેમ અમરેલીના ગામોને સિંચાઇનું પાણી આપે છે.  લીલીયામાં ધોધમાર પોણા બે ઇચ જેવો વરસાદ પડી જતા પાણી વહેતા થયા હતાં.

 હાથીગઢમાં ધીમીધારે એક ઈચ વરસાદ પડી જતા ખેતીપાકોને ફાયદો થશે. ફતેપુરખારાપાટનાં ફતેપુર, વિઠલપુર, ચાંપાથળ પીઠવાજાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈચ જેવો વરસાદ પડી જતા ખેતરો બહાર પાણી વહેતા થયા હતાં. ડેડાણ બે દિવસથી ધીમીધારે અડધો ઇચ વરસાદ પડી રહ્યો છે. જયારે ત્રાકુડા અને રાયડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

લાઠી અને ચલાલા તેમજ દામનગરમાં અને લાઠીનાં અકાળામાં વરસાદનાં હળવા ભારે ઝાપટાઓ પડ્યાં હતાં. જ્યારે લાઠીનાં ભીંગરાડ અને પીપળવામાં સારો વરસાદ પડ્યો અમરેલી શહેરમાં  બપોરના સમયે ગાજવીજ અને પવન સાથે ધીમીધારે અડધો ઈચ વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા અને લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી હતી. જ્યારે રાજુલામાં પણ એક ઈચ જેવો વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતાં

(1:57 PM IST)