<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પોરબંદરમાં પ્રેમીને પૈસાની જરૂર હોય પ્રેમિકાએ પોતાના ઘરમાં ચોરી કરાવી

ઘેર કોઇ હાજર ન હોય ત્યારે પ્રેમી-પ્રેમીકા એ પ્લાન મુજબ કબાટમાંથી સોનાના દાગીના-ચાંદીની લગડી અને રોકડ ઉઠાવી લીધાઃ એલ.સી.બી.એ. ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ૨૧: લક્ષ્મીનગર સોસાયટીમાં મકાનમાંથી સોનાના દાગીના,ચાંદીની લગડી અને ૫૫૧૦ ની રોકડ સહિત પોણા લાખની ચોરીની ફરિયાદમાં પોલીસ દ્વારા તપાસમાં પ્રેમીને પૈસાની જરૂર પડતા પ્રેમીકાએ પ્રેમી સાથે પ્લાન બનાવીને પ્રેમીકાએ પોતાના મકાનમાં કોઇ હાજર ન હોય ત્યારે ચોરી કરાવ્યાનું ખુલ્યુ હતું પોણાલાખની આ ચોરીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ૈઉકેલી લીધો હતો.

હેડ કોન્સ.સલીમભાઇ પઠાણ તથા મુકેશભાઇ માવદિયા તથા કોન્સ.દુલાભાઇ ઓડેદરાને સંયુકત બાતમી મુજબ શરીરે વાદળી કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ એક ઇસમ કમલાબાગ પો.સ્ટે વિસ્તારના લક્ષ્મીનગર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના ચોરીમાં ગયેલ સોનાની બંગડીઓ તથા સોનાનો ચેઇન તથા ચાંદીની લગડીઓ લઇને વેચવા માટે જઈ રહેલ છે અને હાલ સદર ઈસમ પક્ષી અભ્યારણ ગોઢાણિયા કોલેજ પાસે પહોંચેલ છે. તેવી હકીકત મળતા તુરત જ હકીકતવાળી જગ્યાએ જઇ વોચ ગોઠવતા હકિકતના વર્ણનવાળો ઇસમ મળી આવેલ.

આ યુવાનને ત્યાજ રોકી દઈ તેની અગ જડતી કરતા સદરહુ ઈસમના પેંટના ખિચામાથી ચોરીમાં ગયેલ સોનાની બંગડી નંગ-૪ તથા સોનાનો ચેઇન નંગ-૧ તથા ચાદીની લગડી નગ-૫ તથા રોકડા રૂપીયા મળી આવતા મજકુર ઈસમનુ નામ પુછતા ઉદય દીલીપભાઇ જેઠવા ઉ.વ.રર રહે. છાયા ગ્રીનપાર્ક સોસાયટીવાળો હોવાનુ જણાવેલ તેમજ પોતાની પાસેથી મળી આવેલ સોનાની ચેઇન બાબતે પુછપરછમાં ઇસમ ભાગી પડેલ અને જણાવેલ કે, પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતાની પ્રેમીકા (ફરીયાદીની દિકરી) સાથે મળી પ્લાન કરી પોતાની પ્રેમીકા (ફરીયાદીની દીકરી) ના ઘરમાં ચોરી કરવાનું નક્કી કરેલ હતું. અને ઘરે કોઇ હાજર ન હોય તે દરમ્યાન પ્રેમીકા સાથે પ્રેમીકાના ઘરે જઇ ઘરમાં ચોરી કરી હું સોનાના દાગીના તથા ચાદીની લગડીઓ તેમજ રોકડા રૂપીયા મેળવેલ હોવાનું જણાવેલ.

આ ચોરીમાં સોનાની બંગડી નંગ-૪ તથા ચેઇન નગ-૧ તથા ચાદીની લગડી નંગ-૫ ની કી.રૂ. ૧,૬૧,૦૦૦/- તથા રોકડા રૂ.૫૫૧૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૬૬,૫૧૦/- નો તપાસ અર્થે કબ્જે કરી  ઉદય દીલીપભાઇ જેઠવાને ચોરી કરેલ મુદ્દામાલ સાથે કમલાબાગ પો.સ્ટે સોંપી આપી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે.

ચોરીનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં એલસીબી આઇ/સી પીઆઇ આર.કે.કાંબરીયા તથા એએસઆઇ રાજેન્દ્રભાઇ જોષી, એચસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, અજયભાઇ ચૌહાણ, ડ્રા.પીસી ગોવિંદભાઇ માળીયા તથા રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(2:12 PM IST)