<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ગોંડલમાં અકસ્માતમાં મોતને ભેટેલા બન્ને ક્ષત્રિય યુવાનોની અંતિમયાત્રામાં ભાવુક દૃશ્યો સર્જાયા

ગોંડલ :  ગોંડલ  નજીક ગઇકાલે   નેશનલ હાઇવે પર ગઇકાલે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને બોલેરો  વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૪ યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં ગોંડલના બે ક્ષત્રિય મિત્રો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નિપજતા પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં મિત્રો દોડી આવ્યા હતા.સિધ્ધરાજસિહ તથા ક્રીપાલસિંહ  બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હોય બન્ને ક્ષત્રિય યુવાનોની એક સાથે અંતિમયાત્રા નીકળતા હૃદય કંપી ઉઠે તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બંને યુવાનોની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં મિત્રો, સ્વજનો, ક્ષત્રિય સમાજ ના આગેવાનો, રાજકીય આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા.દરમિયાન અકસ્માતની આ ઘટના અંગે મૃત્યુ સિધ્ધરાજસિંહના નાનાભાઇ ઋષીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં સ્વીફટ કારના ચાલક સિધ્ધાર્થ કિશોર કાચા રે. ધોરાજી વાળા  સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. તસ્વીરમાં બંન્ને ક્ષત્રિય યુવાનોની સ્મશાન યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયેલા લોકો દૃશ્યમાન નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી : અહેવાલ જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(2:19 PM IST)