News of Wednesday, 21st August 2024
સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાના મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનોને સહાય
ગોંડલ અને ભાવનગર પાસે સર્જાયેલા અકસ્માતના મૃતકો ના પરિવારજનોને રોકડ સહાય અર્પણ કરાઈ

રાજકોટ તા.૨૧ : ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. આ ઘટનામાં જુનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજયા હતા. પૂ. મોરારીબાપુની રામકથા ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલ છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલી પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના ગણેશગઢ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા હતા જ્યારે તળાજા તાલુકામાં બાઇક સ્લીપ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને ૪૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયા છે તેમના સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ
(ટોરોન્ટો- કેનેડા)ની યાદીમાં જણાવાયું છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
