<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કચ્છના કંડલામાં કસ્ટમ વિભાગનો હેડ કોન્સ્ટેબલ ૩ હજાર ની લાંચ લેતા ઝડપાયો

ઇકોનોમિક્સ ઝોનમાં અવરજવર કરવા માટે અને હેરાન ગતિ ન કરવા ઈશાક અબ્દુલ કરીમ સમાએ લાંચ માંગી હતી

ભુજ તા.૨૧ :કચ્છના કંડલામાં કસ્ટમ વિભાગનો હેડ કોન્સ્ટેબલ 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના કંડલામાં કસ્ટમ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈશાક અબ્દુલ કરીમ સમાએ ફરિયાદી પાસેથી ઇકોનોમિક ઝોનમાં અવરજવર કરવા દેવા અને હેરાન ગતિ ન કરવા માટે ₹3,000 ની લાંચ માંગી હતી જેથી એસીબી ટી મેં છટકું ગોઠવીને ઓલ્ડ ગેટ પ્રવેશ દ્વાર પાસે હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો

(3:32 PM IST)