<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કાલાવડ તાલુકાના મોરીદડ ગામને મળશે અનેક પ્રાથમિક સવલતો

કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં કોમ્યુનિટી હોલ, સ્નાનઘાટ સહિતના કામોને અપાઈ મંજૂરી

જામનગર :કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ભારત સરકાર દ્વારા આદર્શ ગ્રામ તરીકે જાહેર થયેલ કાલાવડ તાલુકાના મોરીદડ ગામની સુખાકારીમાં વધારો કરતી અનેક સુવિધાઓને મંજૂરી આપવામાં આવી હતી.

   બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક રૂપારેલીયાએ અનુસરણ સમિતિના માધ્યમથી મોરીદડ ગામના વિકાસ કામોની દરખાસ્ત કલેકટર સમક્ષ રજૂ કરી હતી જેમાં અંદાજિત રૂપિયા 10.50 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું બાંધકામ, રૂ.2.50 લાખના ખર્ચે પાણીના ટાંકા પાસે સ્નાન ઘાટ બનાવવાનું કામ, રૂ.પાંચ લાખના ખર્ચે સ્મશાનમાં છાપરી તથા રૂ.બે લાખના ખર્ચે સ્મશાનની કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગ્રામજનોની માંગણી મુજબના આ કામોને મંજૂરી મળતા લોકોની સુવિધાઓમાં પણ ખૂબ વધારો થશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિત પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અનુસરણ સમિતિના સર્વે સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:13 PM IST)