News of Wednesday, 21st August 2024
કાલાવડ તાલુકાના રીનારી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
રીનારી ગામના 51 પશુપાલક લાભાર્થીઓના 348 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર અપાઈ

જામનગર: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર સંચાલિત પશુ દવાખાના કાલાવડ દ્વારા રીનારી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રીનારી ગામના 51 પશુપાલક લાભાર્થીઓના 348 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પશુચિકિત્સા અધિકારી શ્રી ડો. પ્રકાશ લીંબાચીયા દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે અને આગામી માસમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
