News of Wednesday, 21st August 2024
આગામી નવેમ્બર માસમાં જામનગર જિલ્લામાં યોજાશે "સાગર ખેડૂ સાયકલ રેલી"
ભાગ લેવા ઇચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ તા.૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

જામનગર: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા પ્રતિ વર્ષ સાગર ખેડૂ સાયકલ રેલીનું આયોજન હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી નવેમ્બર માસમાં જામનગર, આણંદ અને વલસાડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં સવહે. જે એન્વયે રાજ્યના રસ ધરાવતા યુવાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરનાર યુવક કે યુવતી તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જે તે જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવીને તમામ વિગતો સાથેની પોતાની અરજી જમા કરાવવાની રહેશે. આ સાયકલ રેલીમાં એક વ્યક્તિ એકજ જિલ્લામાં ભાગ લઈ શકશે. એક કરતા વધુ જીલ્લા માટે કરવામાં આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજદારે પોતાની અરજી તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.
કાર્યક્રમ દરમ્યાન, નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્રારા પ્રમાણપત્ર આપવામાં આવશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. પસંદ થયેલ ઉમેદવારોને તેઓની પસંદગી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર, આણંદ, વલસાડ મારફત ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ માટે કોઇ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહિ.
અરજદારે અરજી સાથે સામેલ કરવાની વિગતો જેમાં પૂરૂ નામ/સરનામું ( આધાર કાર્ડ/રાજય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલનો પ્રમાણીત નકલ સામેલ કરવી, જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર / શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ કે રકાઉટ ગાઈડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનું સહમતી પત્ર, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે. ભાગ લેવા ઈચ્છતા યુવાઓએ અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨,રાજપાર્ક પાસે, જામનગર-૩૬૧૦૦૧ ખાતે મોકલવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
