News of Thursday, 22nd August 2024
ભરબજારે એકાએક છરીના ઘા ઝીંકાતા સનસનાટી મચીઃ ૫ હજાર માટે થયેલ બોલાચાલીમાં એક્ટિવા ઉપર સાથે રહેલા સબંધીની કરી હત્યા
લોકોએ બચાવવાને બદલે રીલ ઉતારી, કાશ માનવતા દાખવી હોત !!!

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨: પૂર્વ કચ્છમાં સત્તત ત્રીજે દિવસે બનેલ હત્યાના બનાવે કાયદો વ્યવસ્થા સામે સવાલો સજર્યા છે. જયારે હત્યાના આ બનાવ વખતે ભર બજારે લોકો માનવતા દર્શાવવા ને બદલે રીલ ઉતારવામાં રહ્યા જો સહેજ માનવતા બતાવી વચ્ચે પડ્યા હોત તો એક યુવાન જિંદગી બચાવી શકાઈ હોત.
અંજારના ગંગા બજારમાં એક્ટીવા ઉપર સાથે જઈ રહેલ કાનજી નાનજી દેવીપૂજક ની જગદીશ શંભુ દેવીપૂજક સાથે ઉછીના લીધેલ પાંચ હજાર રૂ. માટે બોલાચાલી થઈ હતી.
ઉશ્કેરાયેલા કાનજીએ એક્ટિવા રસ્તા ઉપર ઉભું રાખીને પોતાને રૂપિયા પાછા નહીં આપનાર જગદીશને એકાએક છરીના ઘા ઝીંકી દીધા હતા. સનસનાટી સર્જતા આ બનાવમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપી કાનજીને ઝડપી લીધો હતો.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
