<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

લોધીકા સરકારી પશુ દવાખાનામાં વેટરનરી ડોકટરની છેલ્લા બે વર્ષથી જગ્‍યા ખાલીઃ પશુપાલકો પરેશાન

(સલીમ વલોરા દ્વારા)લોધિકા, તા.૨૨: તાલુકા કક્ષાના લોધિકા ગામે સરકારી પશુ દવાખાનામાં છેલ્લા બે વર્ષ થયા પશુ ડોક્‍ટરની જગ્‍યા ખાલી છે જેથી લોધીકા અને આસપાસના ગામોના પશુપાલકો જ્‍યારે તેમના પશુઓ બીમાર પડે છે ત્‍યારે પશુ ડોક્‍ટરના અભાવે પરેશાની ભોગવે છે

 આ અંગે તાલુકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપ-પ્રમુખ અશોકભાઈ વસોયા મહામંત્રી મુકેશભાઈ ખુટ વગેરેએ રજૂઆતમાં જણાવ્‍યા મુજબ લોધિકા ગામે તાલુકા કક્ષાનું પશુ દવાખાનું આવેલું છે લોધિકા સહિત આસપાસના ખેડૂતો અને માલધારીઓ મોટા પ્રમાણમાં છે આ ઉપરાંત અહીં લોધિકા ગામમાં વિશાળ ગૌશાળા આવેલી છે જેમાં ગાયો અને રખડતા પશુઓને સાચવવામાં આવે છે જ્‍યારે આ ગૌશાળામાં પશુ બીમાર પડે છે ત્‍યારે પશુ ડોક્‍ટરના અભાવે મુશ્‍કેલી પડે છે અનેક રજૂઆતો છતાં આ પ્રશ્‍નનો કોઈ ઉકેલ આવતો નથી

 લોધીકા અને આસપાસના ગામના લોકોમાં ઘણા પરિવારોની આજીવિકા નું મુખ્‍ય સાધન દૂધ ઉત્‍પાદન અને વેચાણ છે જ્‍યારે પશુઓ બીમાર પડે છે ત્‍યારે ખાનગી પશુ ડોક્‍ટરોનો સહારો લેવો પડે છે ત્‍યારે લાંબા સમયથી પશુ દવાખાનામાં ડોક્‍ટરની જગ્‍યા ભરવાની જરૂર હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્‍યારે વહેલી તકે આ પ્રશ્‍નનો હલ થાય તેવી લોકોની રજૂઆત છે.

(1:23 PM IST)