<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

બાબરાના રાણપર ગામે સ્‍કૂલની બસમાં આગ લાગી

ફાયર એલાર્મ વાગતા ડ્રાઇવરની સતર્કતાને કારણે ૨૨ થી ૨૫ બાળકોનો બચાવ થયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૨: બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા સ્‍કુલની બસ ગરણી, રાણપર અને નડાળામાં સ્‍કુલના બાળકોને લેવા ગયેલ હતી. અને બસમાં ૨૨ થી ૨૫ વિદ્યાર્થીઓહતાં. જેને લઇને સ્‍કુલ બસ નિકળતાં બાબરાના રણપર ગામે પહોંચતાં બસમાં ફાયર એલાર્મ વગડતાં બસના ડ્રાઇવરે સતર્કતા દાખવી પોતે બસમાંથી ઉતરી બસનોદરવાજો ખોલી બસમાં બેઠેલા ૨૨ થી ૨૫ બાળકોનેઈમરજન્‍સીનિચે ઉતારી દેતાં બાદમાં બસમાં આગ લાગતા આખી બસ ભસ્‍મી ભુત બની ગઇ હતી. અને સદનસીબે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને ડ્રાઇવરનો સતર્કતા દાખવતાં બચાવ થયો હતો. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.

સાવરકુંડલાના પ્રૌઢનો મોબાઈલ ચોરાયો

અમરેલી એસટી ડેપોમાં સાવરકુંડલાના મહેન્‍દ્રભાઈ નાનજીભાઈ વાઢેર ભાવનગરથી સવારે બસમાં બેસેલ અને સવા અગિયાર વાગ્‍યે અમરેલી ડેપોમાં આવેલ અને સવા બાર વાગ્‍યે રાજકોટ સાવરકુંડલા વાળીબસમાં બેસેલ ત્‍યારે શર્ટના ખીસામાં રાખેલ વીવો કંપનીનો રૂા. રેશર્ટનાખીસામાં રાખેલ વીવો કંપનીનો રૂા. ૭૦૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ ભીડનો લાભ લઈ ચોરી કરી ગયાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધારીનાસોઢાપરામાંબેપાડોશીવચ્‍ચે મારામારી

સોઢાપરા ગામે મુકેશભાઈ મંગાભાઈ ફફ્‌લેશાનીદુકાન પાસે મુન્નાભાઈ રાજાભાઇ બજાણીયા ઉ.વ.૩૨ને વિક્રમબાલાભાઇ, રાહુલ બાલાભાઇદેગામાએ ગાળોબોલી મુન્નાભાઈને ડાબા હાથની કોણી ઉપર અને ખંભા ઉપરછરી મારી ઇજાકરેલ. તેમજ તેમની સાથેનાને ડાબા હાથે પોચા ઉપર લાકડી વડે મારમારી ધમકી આપ્‍યાનીધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે વિક્રમભાઇ બાલાભાઇ દેગામા ઉ.વ. ૨૫ને મુન્ના રાજાભાઈ રહે. સોઢાપરા તથા ચતુરબજાણીયા રહે. રાવણી તા. વિસાવદર વાળાએગાળો બોલી વાસામાં તેમજ ખંભાઉપર અને ઓડ પાસે છરીનો ઘા મારી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખતાં

અમરેલી શહેર, અમરેલી રૂરલ અને રાજુલા પોલીસે જાહેરમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાના વાહનો રાખતાં જુદાજુદા ચાર વાહન સામે પોલીસે કાર્યવાહી હાથ ઘરી ગુનો નોંધાયોહતો.જેમાં અમરેલી નાગનાથ મંદિર પાસેનાના બસ સ્‍ટેશન નજીક લાલાઉર્ફે લાલો રેવાભાઈગોલેતર રહે, નાના રાજકોટ તા. લાઠી વાળાપોતાની ઈકો ફોરવ્‍હીલ જીજે ૧૩ સીસી ૨ ૬૦૭જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપરાખતાં હે. કોન્‍સ. હિરેનભાઇ સોલંકીએતેમજ અમરેલી તાલુકાના રોકડીયાપરામાંવિજય ચતુરભાઈ સોલંકીપોતાની આઇશર ગાડીજીજે૧૧ એકસ ૮૧૫૬ જાહેર રોડપર ટ્રાફિકને અડચણરૂપ રાખતાં પો.કોન્‍સ. નરેશભાઇ લીમંડીયાએ તેમજ અમરેલી તાલુકાના રોકડીયા પરામાં સુરેશ રવજીભાઇ સોલંકી પોતાની આઇશર ગાડી જી જે ૧૦ વાય ૩૬૯૯ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રાખતાં પો.કોન્‍સ. પ્રવિણભાઇ ઝીંઝાળાએજયારે રાજુલા એસબીઆઇ બેંક પાસે શાકમાર્કેટમાં જવાના રસ્‍તે હુસેન યુનુસભાઇ જોખીયાએ પોતાની ટીયાગો ઓટો રિક્ષા જીજે ૨૩ ઝેડ ૧૦૭૯ ટ્રાફિકને તથા રોડ ઉપર આવતાં રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રાખતાં હે. કોન્‍સ. હરેશભાઇ વાળાએ કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો હતો.

સાવરકુંડલામાં જુગાર રમતાં છ શખ્‍સો ઝડપાયા

સાવરકુંડલા અંબીકા સોસાયટીમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતાં મંગળુ ખોડુભાઈ વાળા, મહેશ શાંતિભાઇ નાથજી, યોગેશ દેવશીભાઈ રોજાસરા, વનરાજસામાતભાઇ ડાંગર, રાજુ કનુભાઈ સાંથળા, રજનીક ઉર્ફે લાલો બાબુભાઈ મકવાણાને પો.કોન્‍સ. વનરાજભાઈ પશવાળાએ રેઇડ દરમિયાન રોકડરૂા. ૧૭, ૬૦૦ તેમજ પાંચમોબાઈલ રૂા. ૧૭,૫૦૦ મળી કુલ રૂા. ૩૫, ૧૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

(10:32 AM IST)