<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

પ્રિહાન પટેલે બે વર્લ્‍ડ રેકોર્ડ સર્જયાઃ હળવદનું ગોૈરવ

પાંચ વર્ષના ટેણીયામાં અસાધારણ પ્રતિભાના દર્શન

હળવદઃ- આજના છોકરાની તો વાત શું કરવી? આખો દિવસ મોબાઇલ અને રખડવામાં પોતાનો મોટાભાગનો સમય કાઢી નાખતા હોય છે સર્જન શક્‍તિ જાણે ખતમ થઈ ગઈ છે ખોટા સમય બગાડતા છોકરાઓ માટે એક પ્રેરણારૂપ બનેલો દાખલો મૂળ હળવદના અને હાલ અમદાવાદમાં માતા-પિતા સાથે રહેતો પ્રિહાન પટેલ પોતાની આગવી શક્‍તિથી બે વર્લ્‍ડ રેકોર્ડ સર્જીયા છે નાનપણથી રૂબિક કયુબ ને એક ગેમની જેમ રમીએ છીએ આ કયુબ એટલે કે ચોરસ આકારનું રમકડું જેવી પાસાની જેમ જ છે બાજુમાં હોય છે આ રૂબિક કયુબ ત્રણ અથવા તેનાથી વધારે કલર ના પટ્ટા હોય છે આપ પઝલ સોલ્‍વ કરવામાં કલાકોના કલાકો પસાર થઈ જાય છે પ્રિહાન પટેલે નાની ઉંમરે રૂબિક કયુબથી ૨૪ દેશોમાં ફેગલ બનવાનો રેકોર્ડ બનાવ્‍યો છે પ્રિહાન પટેલ ના દાદા હાલ હળવદમાં જ રહે છે અને એક શાળામાં શિક્ષક તરીકે પોતાની સેવા બજાવે છે દાદી લાભુબેન એક સારા ગળહિણી છે અને પિતા પ્રશાંતભાઈ અને માતા રચનાબેન પ્રિહાન ને પ્રેરણા પુરી  પાડવામાં મદદરૂપ બન્‍યા છે પાંચ વર્ષનો ટેણીયો અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવે છે માત્ર આંગળીના વેઢે મોટી મોટી ગણતરી કરી દે છે જ્‍યારે આપણને અમુક ગાડીના નામ આવડતા હોય છે જ્‍યારે આ ટેણીયો ફક્‍ત ગાડી જોઈને કે સિમ્‍બોલ જોઈને કઈ ગાડી છે તેનું નામ ફટાફટ આપણને આપે છે નાની ઉંમરે પ્રિહાન પટેલ અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવે છે તેની આ વાત કરતા માતા પિતા અને દાદા દાદીની  આંખોમાં એક અલગ ઉત્‍સાહ જોવા મળ્‍યો છે.(તસવીરઃ હરીશ રબારી હળવદ)

(11:06 AM IST)