<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જામનગરના વાંસજાળીયામાં ૨ ઇંચ : સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઝાપટા યથાવત

પવનના જોરમાં ઘટાડો યથાવત : સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ

 

 

તસ્‍વીરમાં ધોરાજીમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેન્‍દ્ર બાબરીયા - કિશોર રાઠોડ, ધોરાજી)

રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવા - ભારે ઝાપટારૂપે વરસાદ વરસી રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : વાંસજાળીયમાં ૨ ઇંચ વરસાદ પડયો હતો. જ્‍યારે સમાણા, શેઠવડાળામાં ઝાપટા પડયા હતા. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુત્તમ તાપમાન ૨૭, મહત્તમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતિ ૬.૧ કિ.મી. રહી હતી.

ધોરાજી

ધોરાજી : છેલ્લા ૪ દિવસથી ભારે ઉકળાટ બાદ કાલે ધોરાજી વિસ્‍તારમાં જોરદાર વરસાદ થયેલ અને ગઇકાલે ધોરાજીની અમુક સીમ વિસ્‍તારોમાં ભારે વરસાદ પડેલ હતો. ગઇ સાંજે ધોરાજી વિસ્‍તારમાં મેઘરાજાએ મન મુકી વરસતા મુરઝાતી મોલાતને નવજીવન મળેલ. જેમાં કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકને ખૂબ જ ફાયદો થયેલ છે અને મોટે પાસે વિજળીની બચત થશે. ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પોતના પાકને કુવા બોરથી પાણી પીવડાવતા હતા પણ મેઘરાજાએ મહેર કરતા મોલાતને મોટો ફાયદો થશે અને ધરતીપુત્રોએ મેઘરાજાને આવકારેલ હતા અને મોસમનો કુલ વરસાદ ૩૮ ઇંચ જેટલો થયેલ છે અને વાતાવરણમાં ઠંડક થયેલ છે.

(11:47 AM IST)