News of Thursday, 22nd August 2024
ભારે વરસાદથી પાકને નુકશાનમાં સરકાર સહાય ચુકવશે
વિધાનસભામાં અર્જુનભાઇ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં ખેડૂતોને નુકસાનમાં સહાય ચુકવવાની ખાતરી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલઃ પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લા તથા ઘેડ પંથકમાં અતિવૃષ્ટિથી પાકને નુકશાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૨: વિધાનસભામાં કળષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે. તેમ ખાતરી પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં આપી છે.
વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂનોના પાકને થયેલ નુકશાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમે તે અંગે ઙ્ક‘ કર્યો હતો. જેના જવાબમાં માનનીય કળષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે, સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે બાદ જે કેસમાં ખેડૂતને ૩૩્રુ થી વધારે નુકશાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮,૫૦૦ ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે. આ ઉપરાંત માનનીય કળષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે ખાતરી આપી હતી કે એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણોથી પણ વધારે સહાયની જરૂર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે.
ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે તે ખેડૂતોને રાજ્ય સરકારે ઉદાર હાથે સહાય આપવાની તૈયારી દર્શાવી છે. જે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કળષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં જે કાયમી ધોરણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને ઝડપથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેના કારણે દર વર્ષે ચોમાસામાં જે નુકસાન થાય છે તેને નિવારવા માટે ગત વર્ષે હું જ્યારે વિપક્ષનો સભ્ય હતો ત્યારે પણ રજુઆત કરી હતી અને તે વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જળસંપત્તી અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. તે પછી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સેકોન પ્રા.લી. નામની રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપનીને સ્થિતીનો અભ્યાસ કરીને તેના ઉકેલો સુચવા અંગેનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. જે કામગીરી અંતિમ તબક્કામા છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
