<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

૮૦ ફુટ ઉંડા કુવામાં પડેલો યુવક આખી રાત પાઇપના આધારે લટકી રહ્યો!

ગોંડલના રૂપાવટી ગામનો બનાવઃ ગોંડલ ફાયર બ્રિગેડે યુવકને બહાર કાઢયો

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામની સિમ વિસ્‍તાર આવેલા ૮૦ ફૂટ જેટલા ઊંડા કુવામાં ગત રાત્રિના એક યુવાન પડી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ગોંડલ નગરપાલિકાના ફાયર સ્‍ટાફના તરવૈયાએ સહી સલામત બહાર કાઢયો હતો. કુવામાં પડી ગયેલો યુવક આખી રાત એક પાઈપને પકડીને લટકી રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ,  તાલુકાના રૂપાવટી ગામની સીમ માં જયુભા રાયજાદા ની વાડી માં આવેલા ૮૦ ફૂટ ઊંડા કુવામાં ગત રાત્રિના રૂપાવટી રહેતા સંજય રમેશ ચારોલીયા નામનો પરણિત યુવાન કુવામાં પડી ગયો હતો. જેની જાણ વાડી માલિકે ગામના પુર્વે સરપંચ મહેન્‍દ્રસિંહ રાયજાદા ને કરતા તેમણે  ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને જાણ  કરતા ફાયરના તરવૈયાઓ કિશોરભાઈ ગોહીલ, અંશુમનસિંહ મકવાણા સહિત  રુપાવટી  દોડી જઇ  કુવામાં દોરડા અને ખાટલો નાખી યુવાનને  બહાર કાઢયો હતો. કુવામાં પડનાર સંજય આખી રાત કુવામાં નાખેલી પાણી ખેંચવાની મોટરનો પાઇપ પકડીને લટકી રહ્યો હતો. કયાં કારણોસર સંજય કુવામાં પડ્‍યો તેને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(11:58 AM IST)