<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

આજે બોળચોથઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જન્‍માષ્‍ટમી પર્વનો પ્રારંભ

આજે ગૌમાતાનું પૂજનનું મહત્‍વઃ કાલે નાગપાંચમ નિમિતે નાગદાદાનું પૂજન કરાશેઃ સોમવારે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સ્‍વ ઉજવાશે

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જન્‍માષ્‍ટમી પર્વ ઉજવવા થનાગનાટ છવાયો છે. આજે બોળચોથ સાથે જન્‍માષ્‍ટમી પર્વનો પ્રારંભ થયો છે. આજે ગૌમાતાના પૂજનનું વિશેષ મહત્‍વ છે. કાલે નાગપાંચમ સાથે નાગદેવતાનું પૂજન કરાશે. અને સોમવારે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સ્‍વ ઉજવાશે.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેરમાં રામકળષ્‍ણનગર - નવાપરા, નેશનલ હાઇવે ખાતે આવેલ શ્રી વાસુકીદાદાના મંદિર ખાતે નાગપાંચમના પાવન પર્વે શ્રી વાસુકી યુવક મંડળ નવાપરા, વાંકાનેર દ્વારા શ્રાવણવદ નાગપાંચમના તારીખ  ૨૩ / ૮ / ૨૪ ને શુક્રવારના રોજ રાત્રે ૧૦  ક્‍લાકે  ભવ્‍ય લોકડાયરોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રસિદ્ધ કલાકાર : ધાર્મિષ્ઠાબેન ભરવાડ, આરતીબેન ઇન્‍દરીયા, સરોજબેન નાગલા, તથા પ્રસિદ્ધ તબલાવાદક અને ઢોલકનું ઢીંગાણુ શ્રી સુરેશભાઈ પટેલ ( વાવડી ) તથા સંગીતના સાથીદારો રાત્રીભર સંતવાણી, ભજનોની રંગત જમાવશે આ દીવ્‍ય અવસરે શ્રી વાસુકીદાદાના મંદિરનેં અનોખા પુષ્‍પો રંગોળીની સજાવટ કરવામાં આવશે. તેમજ રંગબેરંગી સિરીઝોથી શૂભોષીત કરવામાં આવેલ છે. પ્રતિ વર્ષ નાગપાંચમના ભાવિકો બહોળી સંખ્‍યામાં શ્રી વાસુકીદાદાના દર્શનાર્થે આવી તલવટ, શ્રીફળ ધરાવે છે સર્વ ભાવિકોને લોકડાયરામાં પધારવા શ્રી વાસુકી યુવક મંડળ, નવાપરા, વાંકાનેર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

કાલે જુનાગઢના ખેતલીયાદાદા મંદિર ઝાંઝરડા ખાતે નાગપંચમી ઉત્‍સવઃ યજ્ઞ કુવારિકા ભોજન સંતનો ભંડારો, મહાપ્રસાદનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :.. જુનાગઢ ઝાંઝરડા રોડ સ્‍થિત શ્રી ખેતલીયા દાદા મંદિર આનંદ આશ્રમ ખાતે શુક્રવારના રોજ નાગપંચમી ઉત્‍સવ ઉજવનાર છે.

જેમાં સવારે ૯ વાગ્‍યે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે ૧ર કલાકે સંતોનો ભંડારો સાંજે ૪ કલાકે ઝાંઝરડા અને આસપાસના ગામોની કુંવારિકાઓનું ભોજન અને બપોરે ૩.૪પ કલાકે યજ્ઞની પુર્ણાહૂતિ અને સાંજે પ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો ધર્મપ્રેમી જનતાને પધારવા મોહનભારતીબાપુએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(12:04 PM IST)